ચૂંટણી અગાઉ જ ભાજપને ફટકો ચાર સભ્યોની ઉમેદવારી રદ્દ

નવી દિલ્હી: દિલ્હીમાં MCDની ચુંટણી પહેલા ભાજપને મોટો ઝાટકો લાગ્યો છે. દિલ્હીમાં રાજ્ય ચુંટણી આયોગ દ્વારા આશરે 40 ટકા ઉમેદવારી પત્રોને તપાસ દરમિયાન જ નકારી દેવામાં આવ્યા છે. નકારેલા નામાંકનોમાં ભાજપના ચાર ઉમેદવારોના ઉમેદવારીનો પણ સમાવેશ છે.

દિલ્હી રાજ્ય ચુંટણી પંચે માહિતી આપી છે કે 23 એપ્રિલે આયોજીત થનારી MCD ચુંટણી માટે 272 વોર્ડના 4605 ઉમેદવારો દાવેદારી નોંધાવી છે. દિલ્હી રાજ્ય ચુંટણી પંચે જણાવ્યું કે તપાસ દરમિયાન ઘણી ભુલો મળતા 1796 ઉમેદવારી પત્ર રદ્દ કરવામાં આવ્યા છે.

સુત્રોએ દાવો કર્યો છે કે MCD ચુંટણી માટે ભાજપના ચાર ઉમેદવારોના ઉમેદવારી પત્ર રદ્દ કરવામાં આવ્યા છે. ભાજપના સુત્રોએ દ્વારા જાણવા મળ્યુ છે કે કે ખ્યાલા અને વજીરપુરના ઉમેદવારોના ઉમેદવારી પત્રો રદ્દ થયા છે.

જો કે ચુટંણી પંચે ભાજપને તેના ચાર ઉમેદવારોના ઉમેદવારી પત્ર રદ્દ કરવા અંગે કોઇ માહિતી આપી નહોતી. MCD ચુંટણી માટે 3 એપ્રિલ ઉમેદવારીની છેલ્લી તારીખ હતી.

વર્ષ 2012માં  MCDના ભાગલા કરી એનડીએમસી, એસડીએમસી અને ઈડીએમસીની રચના કરી. એમસીડીની 272 સીટો માટેનું મતદાન 23 એપ્રિેલે થશે. ઉતર અને દક્ષિણ દિલ્હી નગર નિગમમાં 104-104 સીટો જ્યારે પુર્વી દિલ્હી નગર નિગમમાં 64 સીટો છે.

You might also like