MCD ચૂંટણી: એલજી સહિત દિલ્હીના જાણીતા નેતાઓએ કર્યું મતદાન

નવી દિલ્હી: દિલ્હીમાં આજે ત્રણેય MCD માટે વોટિંગ શરૂ થઇ ગયું છે. રાજ્ય ચૂંટણી પંચે વોટિંગ માટે તૈયારીઓ પૂર્ણ કરી છે. આ વખતે કુલ 13141 પોલિંગ સ્ટેશન છે, જેમાં 799 સંવેદનશીલ અને 208 અતિસંવેદનશીલ મતદાન કેન્દ્ર છે. 270 સીટો પર વોટિંગ શરૂ થઇ ગયું છે. 2 સીટો પર ઉમેદવારોનું મૃત્યુ થઇ ગયું હોવાને કારણે વોટિંગ થઇ શકશે નહીં.

કેજરીવાલએ સિવિલ લાઇન્સમાં વોટ નાંખ્યો

કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધન એ કૃષ્ણાનગમાં વોટ નાંખ્યો.

આપના નેતા સૌરભ ભારદ્વાજએ કહ્યું કે પોશ વિસ્તારમાં ઓછું મતદાન થવું એક સામાન્ય વાત છે. ગરમીમાં પોશ કોલોની વાળા વોટ આપતાં નથી.

વિજેન્દ્ર ગુપ્તાએ રોહિણીમાં વોટ નાંખ્યો

મનીષ સિસોદીયાએ પાંડવ નગરમાં વોટ નાંખ્યો

ઉપરાજ્યપાલ અનિલ બેડલએ ગ્રેટર કૈલાશમાં વોટ નાંખ્યો.

MCD ના 270 વોર્ડ પર વોટિંગ શરૂ

ચૂંટણીને લઇને જોરદાર સુરક્ષા કરવામાં આવી છે. દિલ્હી પોલીસ અને પેરામિલિટ્રી ફોર્સેસ સહિત 90000 જવાન આખા દિલ્હીમાં સુરક્ષા કરી રહ્યા છે.

ભાજપ ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તાએ કહ્યું કે મોદીજીની લહેર છે, જે ઓડિશા, ઝારખંડ, બંગાળ થઇને દિલ્હી પહોંચી છે. આમ આદમી પાર્ટીએ લોકોને માત્ર મૂર્ખ બનાવ્યા છે. કામ ઉપર ચર્ચા કરવાથી ભાગે છે કેજરીવાલ, ભાજપ 200થી ઉપર સીટો જીતશે. તો બીજી બાજુ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ કહ્યું કે મે સ્વચ્છતા માટે મતદાન કર્યું છે. એમસીડીમાં ભ્રષ્ટાચાર એક મુદ્દો છે. ડેન્ગૂ અને ચીકનગુનિયા દરેક માટે જોખમી છે.

ચૂંટણી માટે 1,10,639 મતદાતા પહેલી વાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, તેમાંથી 24,825 મતદાર એવા છે જે હાલમાં ૧૮ વર્ષના થયા છે. ઘણાની ઉમર ૧૯ કે તેનાથી વધારે છે. વર્ષ ૨૦૧૧ ની જનગણનાના આધાર પર થયેલ નવી સીમાંકન પ્રક્રિયા અનુસાર, હવે પ્રત્યેક બોર્ડમાં અનુમાનિત 40,000 મતદાતાઓ સાથે સરેરાશ 60,000 લોકો છે.

 

http://sambhaavnews.com/

You might also like