હવે એક જ દિવસમાં મળી જશે PAN અને TAN નંબર

નવી દિલ્હીઃ વેપારમાં સરળતા અને સુધાર માટે સીબીડીટીએ કોર્પોરેટ મામલે મંત્રાલય સાથે કરાર કર્યો છે. ત્યારે હવે PAN અને TAN (ટેક્સ ડિડક્શન એકાઉન્ટ નંબર) એક જ દિવસમાં આવી જશે. ટેક્સ વસૂલાતને યોગ્ય રીતે મેનેજ કરવા માટે આવકવેરા વિભાગ દ્વારા દરેક કંપની અને ટ્રસ્ટને પેન અને ટેન કાર્ડ આપવામાં આવશે.

આવકવેરા વિભાગ કરદાતાની ઓળખ સ્થાનીક ખાતા એટલે કે પાનથી કરે છે. આ એક 10 અંકોનો alpha numeric સંખ્યા હોય છે. જે એક જ વખત પ્રાપ્ત થાય છે. જો કરદાતાની અન્ય કોઇ જગ્યાએ ટ્રાન્સફર થાય તો નવા પાનકાર્ડની જરૂર રહેતી નથી. તે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવે છે. આ એક બેઝિક ડોક્યુમેન્ટ છે. જે લોકોની નાણાકિય લેવડ દેવડમાં પારદર્શિતા પર નજર રાખવા માટે જરૂરી છે.

જ્યારે ટેન નંબર પેન નંબરની જેમ જ 10 ડિજિટનો હોય છે આ કાર્ડને એ તમામ વ્યક્તિએ રાખવો જરૂરી છે. જેની આવક અધિનિયમન 1961ની ધારા 203એ અંતર્ગત કર કાપવા અથવા તો સંગ્રહણ કરવા માટે ઉત્તરદાયી હોય. તમામ ટીડીએસ વિવરણીયોમાં આવકવેરા વિભાગ તરફથી ફાળવવામાં આવેલ કર કપાત ખાતા સંખ્યાનો ઉલ્લેખ કરવો અનિવાર્ય છે.

http://sambhaavnews.com/

You might also like