અમદાવાદ: પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા એમબીબીએસ કોલેજના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
ધારપુર મેડિકલ કોલેજની ઘટના
પ્રાપ્ત માહિતી મુજબ ખંભાતમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નટવરભાઇ સોલંકીના પુત્ર જૈમીને ગઇસાલ ધારપુરની મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. આ વિદ્યાર્થી વાર્ષિક પરીક્ષામાં તેમજ એટીકેટીની પરીક્ષામાં નાપાસ થતા હતાશ થઇ ગયો હતો. આગામી જૂન-જુુલાઇમાં વાર્ષિક પરીક્ષા આવી રહી હોવાથી તેને તૈયારી શરૂ કરી હતી. પરંતુ તેને પરીક્ષામાં નાપાસ થવાનો સતત ભય સતાવતો હતો.
આથી પરીક્ષાના ભયના કારણે તેને ધારપુર મેડિકલ કોલેજના બોયઝ હોસ્ટેલના ૧૦માં માળે આવેલા રૂમમાં બારીના પરદાના કાપડથી ગળાફાંસો ખાઇ લઇ જીવન ટૂંકાવી નાખ્યું હતું. બનાવની જાણ થતા ગૃહપતિએ તાત્કાલીક પહોંચી જઇ પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.