માયાવતી આજે ફૂકશે ચૂંટણીનું રણશિંગુ, કાર્યકરતાઓ સાથે કરશે વાતચીત

લખનઉઃ બહુજન સમાજ પાર્ટીના મુખીયા એવા માયાવતી પહેલી વાર બાબા સાહેબ આંબેડકર જયંતિ પર કાર્યકરતાઓને રૂબરૂ મળશે. ચૂંટણીને પગલે માયાવતી જન્મદિવસના બહાને કાર્યકરતાઓને ચૂંટણી માટે પ્રોત્સાહિત કરશે. મળતી માહિતી પ્રમાણે આ પહેલા કાશીરામની 82મી જન્મ જંયતી પર માયાવતી હાજર ન રહેવાને કારણે કાર્યકતાઓએ પોતાના નારાજગી વ્યક્ત કરી હતી. આ વખતે તે પોતાના કાર્યકરતાઓને નિરાશ કરવા નથી માંગતા. તેથી જ માયાવતી ડો. ભીમરાવ આંબેડકર સામાજિક પરિવર્તન સ્થળ પર શ્રદ્ધા સુમન અર્પિત કરવા સાથે કાર્ય કરતાઓને સંબોધીત કરશે.

બસપા દ્વારા બાબા સાહેબ આંબેડકરની જન્મ જંયતિ 14 એપ્રિલ અને પુણ્ય તિથિ 6 ડિસેમ્બરે દર વર્ષે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. પરંતુ અહીં એક વર્ષથી ઉત્તર પ્રદેશમાં હાજર 20 ટકા દલિત વોટ માટે અન્ય પાર્ટિઓ દ્વારા આકર્ષવાના પ્રયાસ હેઠળ માયાવતીએ શક્તિ પ્રદર્શનથી જવાબ આપવાનો નિર્ણય કર્યો છે. જ્યાં બીજી તરફ ડો. આંબેડકરની પ્રતિમા પર માલ્યાપર્ણ પછી માયાવતી પાર્ટીના બધા જ કોર્ડિનેટર્સ તેમજ વિધાનસભા પ્રભારીઓ સાથે બેઠક યોજીને વિવિધ ક્ષેત્રના હાલની સમીક્ષા કરશે. અત્યાર સુધી આ બેઠક દર મહિને દસ તારીખે યોજાતી હતી. પરતુ આ વખતે 14 તારીખે બેઠક બોલાવવામાં આવી છે. જેને પગલે એવું માનવામાં આવી રહ્યું છે કે બસપા સુપ્રીમો ચૂંટણીને પગલે કોઇ મોટી જાહેરાત કરી શકે છે.

 

You might also like