હાર બાદ માયાવતીનો વાર, વોટ અમારા EVM મોદીના

લખનઉઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને તેમના સુધાર એજન્ડાની કસોટી તરીકે જોવા મળી રહેલા પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો એક્ઝિટ પોલની નજીક રહ્યાં છે. લોકસભા ચૂંટણી 2019ની સેમીફાઇનલ તરીકે આ ચૂંટણીને ગેમચેન્જર માનવામાં આવી રહી છે. ત્યારે પોતાની હાર પર માયવતીએ આરોપ લગાવ્યો છે કે ચૂંટણીમાં ગોટાળો થયો છે. બીજેપીએ EVMને મેનેજ કર્યું છે. માયાવતીએ બીજેપીને ખુલ્લો પડકાર ફેંક્યો છે અને કહ્યું છે કે પીએમ મોદી અને અમિત શાહમાં થોડી પણ ઇમાનદારી હોય તો બેલેટ પેપર પણ ચૂંટણી લડે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. બીજેપીએ લોકતંત્રની હત્યા કરી છે. માયાવતીએ ઇવીએમ મશીન સાથે છેડા કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે.

http://sambhaavnews.com/

You might also like