માયાવતીએ બનાવી નવી રણનીતિ, પૂરું નહીં થાય મોદીનું ફરીથી PM બનવાનું સપનું!

લખનઉ: વિધાનસભા ચૂંટણીમાં કરારી હાર બાદ લોકસભા ચૂંટણી માટે મહાગઠબંધનવે લઇને બહુજન સમાજ પાર્ટી સકારાત્મક વલણ અપનાવી રહી છે. બસપાના સૂત્રોના જણાવ્યા અનુસાર માયાવતીએ કોંગ્રેસના અહમદ પટેલ, સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, ટીએમસીની મમતા બેનર્જી અને લાલૂ પ્રસાદ સાથે વાતચીત કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર યૂપી ચૂંટણીમાં 22 ટકા વોટ મેળવવા છતાં પાર્ટીની માત્ર 19 સીટો મેળવનાર માયાવતી પણ મહાગઠબંધન બનાવવાની પક્ષમાં હતા. આ જ કારણ એ ચૂંટણી પરિણમોના બીજા જ દિવસે કાર્યકર્તાઓ અને દલિત ચિંતકો પાસેથી ફીડ બેક મંગાવ્યા હતા.

સપા પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરી અનુસાર મળતી જાણકારી પ્રમાણે અત્યારે મહાગઠબંધન પર કંઇ કહેવું ઉતાવળ્યું હશે. પરંતુ આ સ્પષ્ટ છે કે સાંપ્રદાયિક શક્તિઓની સરખામણી માટે સાચુ પગલું ઉઠાવવા માટે સપા હંમેશા તૈયાર છે. સપાના ગઠબંધન વિરુદ્ધ રહેલા યૂપીના પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ નિર્મલ ખત્રી કહે છે તે યૂપીમાં ભાજપની જીત પાછળ પછાત વર્ગનું ભાજપની પાછળ જવું છે. એમ છતાં સપા, કોંગ્રેસ અને બસપા મળીને 51 ટકા, તો ભાજપને 40 ટકા વોટ મળ્યા છે. ચૂંટણીની સમીક્ષામાં આ વાત પર જરૂર ચર્ચા થશે.

http://sambhaavnews.com/

You might also like