માયાવતીએ કાશીરામ દ્વારા અપાયેલા મંચનો માત્ર દુરૂપયોગ કર્યો છે : રાહુલ

લખનઉ :કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે લખનઉમાં બહુજન સમાજ પાર્ટીની સાથે જ ભારતીય જનતા પાર્ટી પર પણ નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ કમિટીનાં પ્રદેશ કાર્યાલય નેહરૂ ભવનમાં આજે દલિત સમ્મેલનમાં ભાગ લીધો હતો. રાહુલે દલિતોનાં સમાજિક, આર્થિક, સશક્તિકરણ માટે આમ્બેડકર મિશન અને કોંગ્રેસનો દ્રષ્ટિકોણનું સમાપન પણ કર્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસનાં દલિત વિકાસ સંમેલનમાં રાહુલ ગાંધીએ કહ્યું કે બહુજન સમાજવાદી પાર્ટી તેનાં સંસ્થાપક કાશીરામ તથા માયાવતીની કથની અને કરનીમાં જમીન આસમાનનું અંતર છે. માયાવતીએ કાશીરામે આપેલા મંચનો દુરૂપયોગ કર્યો છે.
કોંગ્રેસે ડૉ.આંબેડકર સાથે મળીને દેશનું સંવિધાન લખ્યું હતું. કોંગ્રેસ હંમેશા વંચીતોની લડાઇ લડી છે. કોંગ્રેસ સમજે છે કે લાઇનમાં ઉભેલા છેલ્લામાં છેલ્લા માણસને પણ તક મળવી જોઇએ. દેશમાં હાલનાં સમયમાં સંઘ અને કોંગ્રેસની લડાઇ ચાલી રહી છે. અમે કોઇને પણ પોતાનિ વિચારધારા અન્ય લોકો પર થોપવા નહી દઇએ.તેમણે કહ્યું કે ગરીબોનાં માટે દુખની લાગણી એક સાચા કોંગ્રેસીઓનાં હૃદયમાં હંમેશા હોય છે. ભાજપ અને બસપા બંન્ને ગરીબોને દબાવવા માંગે છે.
રાહુલે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં આગામી સરકાર કોંગ્રેસની જ હશે. માત્ર કોંગ્રેસ જ ભાજપ તથા આરએસએસ સામે લડી શકે છે. અમે પહેલા પણ આ લોકોની સામે લડતા હતા અને આગળ પણ અમારી લડાઇ ચાલુ રહેશે. રાહુલે કહ્યું કે કોંગ્રેસ આવનારા સમયમાં 20 ટકા દલિતોને પાર્ટીમાં મહત્વનાં સ્થાનો આપશે. ઉત્તર પ્રદેશી ચૂંટણીમાં પણ તેમની ભુમિકા મહત્વની બનાવવામાં આવશે. તે સાથે અમે યોગ્ય દલિત નેતાઓ પણ તૈયાર કરીશું.
અત્રે નોંધનીય છે કે, રાહુલ ગાંધીનો લખનઉ ખાતે ભારે વિરોધ થયો હતો. લખનઉ બાદ હવે તેનો અમેઠી તથા રાયબરેલીમાં પણ કાર્યક્રમ છે. રાહુલ કાલે 19 ફેબ્રુઆરીએ રાયબરેલીનાં સલોન વિધાનસભા વિસ્તારમાં ફરશે. તે દરમિયાન પકસારા વિસ્તારનાં કાર્યકર્તાઓ સાથે બેઠક પણ કરશે. ત્યાર બાદ અમેઠીમાં ગ્રામ સભાસ્તરનાં કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે.

You might also like