ગૌરક્ષાના નામ પર દલિતો અને મુસલમાનોને કરવામાં આવી રહ્યા છે હેરાન: માયાવતી

નવી દિલ્હી: બસપા અધ્યક્ષ માયાવતીએ ભારતીય જનતા પાર્ટી પર ગૌરક્ષાના નામ પર દલિતો અને મુસલમાનોને પરેશાન કરવાનો આરોપ લગાવ્યો છે.

માયાવતીએ અહીંયા આપેલા નિવેદનમાં કહ્યું કે ભગવા બ્રિગેડ દલિતો અને મુસલમાનોને પૂરા દેશમાં ગૌરક્ષાના નામ પર પરેશાન કરી રહ્યા છે. ભાજપ અને એમની કેન્દ્ર સરકારને ગરીબો, મજૂરો, ખેડૂતો અને મહેનતું લોકોથી કોઇ લેવાદેવા નથી. તેમણે કહ્યું કે દલિત પછાત અને અલ્પસંખ્યક એવું વિચારવા માટે મજબૂર છે કે એમને ભાજપ સરકાર પાસેથી શું મળ્યું.

ભાજપ સરકાર સરકારી ધનથી માત્ર પોતાનો પ્રચાર કરી રહી છે. એનાથી ગરીબોનું સારું થવાનું નથી. દેશવાસીઓને વિચારવું પડશે કે ભાજપ સરકારમાં સીમાઓ એટલી સુરક્ષિત અને અશાંત કેમ છે. આપણા જવાન આટલી સંખ્યામાં શહીદ કેમ થઇ રહ્યા છે.

માયાવતીએ કહ્યું કે ભાજપ ગરીબોની વાત કરે છે અને એ જ પાર્ટીના નેતા યેદુરપ્પા 5 સ્ટાર હોટલમાંથી જમવાનું મંગાવીને દલિતના ઘરે ખાય છે. આ ઢોંગ નથી તો શું છે. એમણે ભાજપના પૈતૃક સંગઠન રાષ્ટ્રીય સેવક સંધને વિભાજનકારી એજન્ડા પર ચાલનારું સંગઠન જણાવ્યું.

http://sambhaavnews.com/

You might also like