વડાપ્રધાન મોદી ઉત્તરપ્રદેશનાં જાહેર નહી કરાયેલા CM ઉમેદવાર છે : માયાવતી

લખનઉ : બસપા સુપ્રીમો માયાવતીએ યૂપી ચૂંટણીનાં સાતમાં ચરણ માટે ચૂંટણી પ્રચાર પુરો થાય તે પહેલા ભાજપ અને મોદી તથા શાહ પર આખરા પ્રહારો કર્યા હતા. માયાવતીએ દાવો કર્યો કે છઠ્ઠા ચરણ બાદ બસપાને બહુમતી મળી ચુકી છે. માયાએ કાશીમાં મોદીનાં રોડશો પર વ્યંગ કરાત કહ્યું કે વડાપ્રધાન પોતાની પાર્ટી તરફથી યૂપીમાં મુખ્યમંત્રી પદનાં જાહેર નહી થયેલા ઉમેદવાર છે.

માયાવતીએ સોમવારેપ્રેસ કોન્ફરસ કરીને બસપાને જીતનો દાવો કરતા કહ્યું કે, ભાજપ અને સપા-કોંગ્રેસ ગઠબંધનમાં હવે બીજા ત્રીજા સ્થાનની લડાઇ છે. માયાવતીએ કહ્યું કે ભજાપ યૂપી ચૂંટણીને 2019ની લોકસભા ચૂંટણીને જોડીને જોઇ રહ્યા હતા. બસપા સુપ્રીમોએ કહ્યું કે ભાજપ તેને લોકસભાનો મુદ્દો બનાવીને સમગ્ર દેશમાં જવાનાં હતા.

માયાવતીએ નોટબંધી અંગે ભાજપને ઘેરતા કહ્યું કે તેનો નિર્ણય 10 મહિના પહેલા જ કરી લેવામાં આવ્યો હતો. માયાએ કહ્યું કે, ભાજપને ખ્યાલ હતો કે તેમની સરકાર નથી બની રહી. માટે નોટબંધીનાં નિર્ણય કરી ઘન કુબેરોને પોષી રહ્યા છે. ભાજપ જ નહી પરંતુ કોંગ્રેસ અને સપાને પણ ખ્યાલ આવ્યો છે કે તેઓ હારી ચુક્યા છે.

માયાવતીએ કહ્યું કે ભાજપે ત્યારે જ પરાજય સ્વિકારી લીધો હતો જ્યારે તેણે ચૂંટણી દરમિયાન જ સિલિન્ડરનાં ભાવમાં વધારો કરી દીધો હતો. અમિત શાહ મોદીનો ચેલો છે. ગુરૂ ચેલા મળીને યૂપી ચૂંટણીને સાંપ્રદાયિક બનાવી રહ્યા છે.

You might also like