યૂપીમાં હાર મેળવ્યા બાદ માયાવતીની પોલિસીમાં મોટો ફેરફાર

નવી દિલ્હી: 2014ના લોકસભા ચૂંટણી અને યૂપી વિધાનસભા ચૂંટણીમાં કરારી હાર બાદ BSP પ્રમુખ માયાવતીએ શુક્રવારે એક મોટું નિવેદન આપ્યું. માયાવતીએ કહ્યું કે મારી વિરુદ્ધ માહોલ બનાવવામાં આવ્યો કે મેં મુસ્લિમોને ટિકીટ વધારે આપી અને જો હું જીતીને આવી તો યૂપી પાકિસ્તાન બની જશે. માયાવતીએ લોકોને વિશ્વાસ અપાયો કે હું ધ્યાન રાખીશ અને યૂપીને પાકિસ્તાન બનવા દઇશ નહીં. માયાવતીએ આંબેડકર જયંતિના કાર્યક્રમમાં ટ્રિપલ તલાકને લઇને નિવેદન આપ્યું અને આ નિવેદનમાં અટકળો શરૂ થઇ ગઇ કે મુસ્લિમ સમર્થકની છાપમાંથી બહાર નિકળવાની માયાવાતી પ્રયત્નો કરી રહી છે.

દેશભરમાં ચર્ચાનો વિષય બનેલા ટ્રિપલ તલાક પર માયાવતીએ કહ્યું કે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તલાક પીડિત મુસ્લિમ મહિલાઓને ન્યાય આપી રહી નથી એટલા માટે સુપ્રીમ કોર્ટ જલ્દીથી આ બાબત પર નિર્ણય લે. જો કે આ પહેલા પણ ગત વર્ષે હાજી અલી બાબત પર મહિલાઓના સંઘર્ષ પર માયાવતીએ કહ્યું હતું કે ધાર્મિક બાબતોમાં કોર્ટે હસ્તક્ષેપ કરવો જોઇએ નહીં. આ બાબત ધર્મથી સંબંધિત છે એટલા માટે ધર્મગુરુઓએ જ આ બાબત પર નિર્ણય લેવો જોઇએ.

માયાવતીએ યૂપી વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધારે મુસ્લિમ ઉમેદવારોને ટિકીટ આપવાનો દાવો કર્યો હતો. જો કે બસપાના માત્ર 19 ઉમેદવાર જ જીતી શક્યા. લોકસભા ચૂંટણીમાં માયાવતી પાર્ટીનું ખાતું પણ ખુલી શક્યું નહતું. માયાવતીના નવા નિવેદનથી નવી પોલિસીનો સંકેત મળે છે.

http://sambhaavnews.com/

You might also like