જો હિંદુવાદી લોકો નહીં સુધરે તો હું બૌદ્ધ ધર્મ અપનાવીશઃ માયાવતી

લખનઉઃ મંગળવારે યૂપીનાં આઝમગઢ પહોંચેલ માયાવતીએ બીજેપીને ખુલ્લી ચેતવણી આપી છે. માયાવતીએ જણાવ્યું કે જો તેમને (બીજેપી) દલિતો અને આદિવાસીઓ પ્રત્યે પોતાની સોચ નહીં બદલો તો તેઓ હિન્દુ ધર્મનો ત્યાગ કરીને બોદ્ધ ધર્મ અપનાવી લેશે.

એમણે જણાવ્યું કે,”હું ભાજપને ખુલ્લેઆમ ચેતવણી આપું છું કે જો તેમને દલિતો અને આદિવાસીઓ તથા ધર્માંતરણ કરનાર લોકો પ્રત્યે જો પોતાનો સામ્પ્રદાયિક વિચાર નહીં બદલે તો મારે પણ હિંદુ ધર્મ છોડીને બોદ્ધ ધર્મ અપનાવવો પડશે.” બસપા અધ્યક્ષે કહ્યું કે આવું કરવાંથી પહેલા પોતે શંકરાચાર્યો, ધર્માચાર્યો અને ભાજપનાં લોકોને પોતાનો વિચાર બદલવાનો મોકો આપી રહી છે. નહીં તો અંતમાં ફરીથી ઉચિત સમય પર તેઓ પણ કરોડો અનુયાયીઓ સાથે હિંદુ ધર્મ ત્યાગ કરીને બૌદ્ધ ધર્મની દીક્ષા ધારણ કરી લેશે.

You might also like