માયાવતીએ પીએમ મોદીના લાલ કિલ્લા પરના ભાષણને કહ્યું બોરિંગ

નવી દિલ્હી: બસપાની અધ્યક્ષ માયાવતીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું લાલા કિલ્લા પરથી 15 ઓગસ્ટે આપેલા ભાષણમાં કંઇ ખાસ નહતું. માયાવતીએ કહ્યું કે મોદીનું ભાષણ એકદમ નિરસ હતું અને સરકારી પ્રેસ નોટ જેવું હતું. આવા ભાષણોથી દેશનું કંઇ બલું થશે નહીં.

બસપા પ્રમુખે કહ્યું, ‘પ્રધાનમંત્રીના ભાષણથી લોકોમાં કોઇ પ્રકારનો જોશ અને આશા જગાડવા જેવી કોઇ વાત જોવા મળી નહીં. તેમણે ભાષણમાં મારી સરકારની જગ્યાએ મેં મેં પર વધારે ભાર આપ્યો. તેમના ભાષણમાં એ જ બધું હતું, જે છેલ્લા એક વર્ષથી લોકો સરકારના અન્ય મંત્રીઓથી સાંભળતા આવ્યા છે.’

માયાવતીએ કહ્યું કે આ સરકાર ગરીબી, બેરોજગારી અને મોંઘવારી ઓછી કરવામાં અસફળ રહ્યા છે. મોદી સરકાર દલિત, પછાત, અલ્પ સંખ્યાના લોકો અને ખએડૂત વિરોધી સરકાર છે. માયાવતીએ એવું પણ કહ્યું કે મોદીના ભાષણથી સામાન્ય જનતાની સાથે સાથે ન્યાયપાલિકા પણ નારાજ થઇ ગઇ છે. સુગમ ન્યાયની બાબતે પણ કેન્દ્ર સરકારનું વલણ ઉદાસીન નહીં પરંતુ નકારાત્મક પણ છે. કાશ્મીરની હાલાત પર પણ માયાવતીએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે કેન્દ્ર સરકારે ત્યાંની સ્થિતિ જલ્દીથી સામાન્ય કરવી જોઇએ.

You might also like