હાથરસમાં સામે આવ્યું માયાવતીનું વિવાદાસ્પદ પોસ્ટર

હાથરસ : યૂપીની ચૂંટણીનો માહોલ ધીરેધીરે જામી રહ્યો છે. જેનાં ભાગરૂપે પોસ્ટરવોર પણ ચાલુ થઇ ચુકી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ કેશવ મોર્ટનાં કૃષ્ણાવતાર બાદ બસપા સુપ્રીમો માયાવતીનાં સમર્થકોએ કાલી અવતારમાં રજુ કરવામાં આવ્યા છે. હાથરસમાં એક કાર્યક્રમ દરમિયાન તેનું પોસ્ટર સામે આવ્યું હતું. ખાસ બાબત છે કે, આ કાર્યક્રમની શરૂઆત સપાનાં રાષ્ટ્રીય મહાસચિવે કરી હતી. જો કે બસપાએ આ સંપુર્ણ મુદ્દે પોતે સંડોવાયેલ નહી હોવાનું જણાવી રહી છે.

પોસ્ટરમાં માયાવતીનાં પગમાં મોહન ભાગવત પડેલા દેખાય છે. પોસ્ટરમાં માયાવતીને કાલી દેવીનાં સ્વરૂપે દર્શાવવામાં આવ્યા છે. તેનાં હાથમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીનું કપાયેલું માથુ છે. પગની પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે જ્યારે સંઘ પ્રમુખ મોહન ભાગવતનાં પગની નીચે પડેલા દેખાય છે. મોદી વાહીની જી અમને માફ કરો અને અનામત બંધ નહી કરીએ તેવી વિનંતી કરતા હોય તેવું લખેલું દેખાય છે. જો કે આ પોસ્કરનાં કારણે વિવાદ થાય તેવી શક્યતાઓ છે.

રવિવારે હાથરસમાં આંબેડકર જયંતી પ્રસંગે શોભાયાત્રા કાઢી હતી. આ દરમિયાન આંબેડકર અને બુદ્ધ સાથે જોડાયેલા પોસ્ટરોની સાથે માયાવતીનું પણ એક પોસ્કર મુકાયેલું હતું. પોસ્ટરમાં માયાવતીને દેવી તરીકે દેખાડાયા છે. પોસ્ટરમાં સિંહની જેમ ગર્જતી માયાવતી તેવું લખાયું છે. જો કે ભારે હોબાળો થયા બાદ તંત્ર દ્વારા આ પોસ્ટરને શોભાયાત્રામાંથી હટાવી દેવામાં આવ્યું હતું. ભાજપ આ મુદ્દે ખુબ નારાજ હોવાનું જણાવી રહી છે.

You might also like