ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલાં મયંક અગ્રવાલ લગ્નનાં બંધનમાં બંધાયો

બેંગલુરુઃ કર્ણાટકના ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલે ગત વર્ષે ઘરેલુ ક્રિકેટમાં જોરદાર ધમાલ મચાવી હતી. ઘરેલુ ક્રિકેટમાં મયંકે એટલા રેકોર્ડ બનાવ્યા કે સચીન અને વિરાટ જેવા દિગ્ગજ પણ પાછળ રહી ગયા. આ બેટ્સમેનને હજુ સુધી ટીમ ઇન્ડિયામાં બહુ તક મળી હતી, પરંતુ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ઇન્ડિયા-એ ટીમમાં તેની પસંદગી જરૂર થઈ છે.

ઈંગ્લેન્ડના પ્રવાસે જતા પહેલાં મયંક અગ્રવાલ ગર્લફ્રેન્ડ સાથે લગ્નનાં બંધનમાં બંધાઈ ગયો છે. આઇપીએલ-૨૦૧૮માં કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમેલા મયંકે પોતાની ગર્લફ્રેન્ડ આશિતા સૂદ સાથે લગ્ન કરી લીધાં છે.

મયંક અને આશિતાનાં લગ્નમાં કર્ણાટકનાે જ બેટ્સમેન કે. એલ. રાહુલ પણ મયંકની જાનમાં સામેલ થયો હતો. કે. એલ. રાહુલે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજથી મયંકનાં લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે. મયંક પોતાની ગર્લફ્રેન્ડને લંડનમાં પ્રપોઝ કર્યું હતું.

You might also like