મે સિરીઝમાં તેજી ચાલુ રહેવાના F&Oના સંકેત

અમદાવાદ: શેરબજારનું સેન્ટિમેન્ટ જોતાં એપ્રિલ સિરીઝ બાદ મે મહિનાની ફ્યૂચર એન્ડ ઓપ્શનની સિરીઝમાં પણ તેજીની ચાલ જોવાઇ શકે છે. આ સિરીઝમાં નિફ્ટી ૯૫ની સપાટીએ પહોંચે તેવી શક્યતા છે, જોકે મે સિરીઝમાં ફ્યૂચર પોઝિશનમાં સરેરાશ કરતાં નીચું રોલઓવર ટ્રેડર્સમાં સાવધાનીના સંકેતો આપે છે.

નિફ્ટી ફ્યૂચર્સમાં ત્રણ મહિનાની ૭૦ ટકાની સરેરાશ સામે ૬૫ ટકા રોલઓવર થયું છે. બેન્કના િનફ્ટીમાં ૭૭ ટકા પોઝિશન કેરીફોરવર્ડ થઇ છે જે ત્રણ મહિનાની ૬૮ ટકાની સરેરાશ કરતાં ઓછી છે. બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે વિદેશી રોકાણકારો સહિત સ્થાનિક ફંડોના મોટા પ્રમાણમાં રોકાણના કારણે શેરબજારમાં લિક્વિડિટી ખૂબ ઊંચી જોવા મળી રહી છે અને જ્યાં સુધી આ લિક્વિડિટીનો પ્રવાહ ચાલુ રહેશે ત્યાં સુધી બજારમાં તેજીનો સંચાર રહી શકે છે. ડિસેમ્બર સુધીમાં નિફ્ટી ૧૦ હજાર, જ્યારે સેન્સેક્સ ૩૨ હજારની સપાટીએ પહોંચવાની શક્યતા વ્યક્ત કરાઇ છે. અમેરિકાની વેપારનીતિ, જીએસટીની અમલવારી તથા ચોમાસું બજાર માટે આગામી દિવસોમાં મહત્ત્વનાં સાબિત થશે.
http://sambhaavnews.com/

You might also like