સ્વાતંત્રતા દિવસ પર અમિતાભે કર્યું કાંઇક આવું ટવિટ

મુંબઇઃ વિવિધતામાં એકતા ધરાવતા ભારતને આજે સ્વતંત્ર થયે 70 વર્ષ થઇ ચૂક્યા છે. ભારત વિકાસની દિશામાં આગળ તો વધી રહ્યું છે. પરંતુ હજી પણ એવી કેટલીક બદીઓ છે જેનાથી ભારતને મુક્ત કરવાની જરૂર છે. ત્યારે સદિના મહાનાયક અને બોલિવુડના બીગબીએ ટવિટર પર ભારતને રેપ મુક્ત ભારત બનાવવાની એક અપીલ કરી છે. અમિતાભે ટવિટર પર લખ્યું છે કે સ્વાતંત્રતા દિવસ પર 15 ઓગસ્ટનો સંકલ્પ ભારત રેપ મુક્ત થાય.

બિગબીએ ટવીટ સાથે પોતાની આગામી ફિલ્મ પિંકનુ એક પોસ્ટર પર રજૂ કર્યું છે. બિગ બીની આ ફિલ્મ આ જ મુદ્દા પર આધારિત છે. જેમાં તેઓ એક વકિલના કિરદારમાં છે. આ ફિલ્મમાં ત્રણ મહિલાઓની વાત છે. જે યોન શોષણના મુદ્દા સાથે જોડાયેલી છે. અભિનેતાએ લેખિકા અને હાસ્ય કલાકાર રાધિકા વાજનો એક સંદેશ પણ રિટવિટ કર્યો છે. સાથે જ પોતાના પ્રસંશકોને આ સંદેશો યાદ રાખવા જણાવ્યું છે. એક મહિલાનું શરીર લોકતંત્ર નથી. જે તાનાશાહી થઇ રહી છે, ત્યારે સમય આવી ગયો છે કે તાનાશાહી પ્રભાર સંભાળે.

You might also like