બેન્કોનાં એટીએમ પણ ખાલી થઈ જવાની ભીતિ

અમદાવાદ: ગઈ કાલથી બેન્કોમાં ચાર દિવસની રજા છે. સળંગ ચાર દિવસ બેન્કો બંધ રહેવાને કારણે બેંકિંગ કામકાજ ઠપ થઈ જશે. પરંતુ સળંગ ચાર દિવસની રજાના કારણે એટીએમ પણ ખાલી થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. ઈદે મિલાદ તથા ક્રિસમસના તહેવારો હોવાથી બેન્કો બંધ રહેવાના કારણ એટીએમમાં રોકડ ઉપાડ વધવાની સાથે એટીએમ પણ ખાલી થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.

બેન્કિંગ સેકટરમાં જાણકારોના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે દર એક બે દિવસે એટીએમમાં નાણાં જમા કરાવવામાં આવે છે. પરંતુ સળંગ ચાર દિવસની રજાના કારણે એક બાજુ નાણાનો ઉપાડ વધતા તો બીજી બાજુ નાણાં જમા નહીં થઈ શકવાને કારણે એટીએમ પણ ખાલી થઈ જવાની ભીતિ
સેવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે બેન્ક સળંગ ચાર દિવસ બંધ રહેવાના કારણે વેપારીઓ સહિત લોકોએ નાણાંના કામકાજનો વ્યવહાર કરવા માટે માત્ર એટીએમ મશીન ઉપર જ આધાર રાખવો પડે છે અને તેને કારણે એટીએમ ખાલી થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.

You might also like