નાણાકીય પોલિસી રેટમાં ઘટાડાની સંભાવના ઊંચી

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે કહ્યું છે કે નાણાકીય સિસ્ટમમાં નાણાકીય પ્રવાહિતા વધારવાની અને પોલિસી રેટમાં ઘટાડાની સંભાવના ઊંચી છે. તેમણે કહ્યું કે વૈશ્વિક ઇકોનોમી સ્લો-ડાઉનનો સામનો કરી રહી છે. હવે મોનેટરી અને ફિઝિકલ પોલિસીમાં એ સુનિશ્ચિત કરવું પડશે કે દેશ સ્લો-ડાઉનમાંથી બહાર નીકળી શકે છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે નાણાકીય પ્રવાહિતા ઉપલબ્ધ કરાવીને તથા રેપો રેટમાં ઘટાડો કરવાની ખાસ્સી સંભાવના છે.
તેમણે વધુમાં જણાવ્યું કે સ્થાનિક લેવલે ડિમાન્ડ વધે તેના ઉપર ફોક્સ વધારવું જોઇએ. ઉલ્લેખનીય છે કે સોમવારે બજેટ રજૂ થવા જઇ રહ્યું છે તે પૂર્વે ગઇ કાલે આર્થિક સર્વે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં આગામી નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિ ૭થી ૭.૫ ટકા રહેવાની સંભાવના વ્યક્ત કરાઇ હતી, જ્યારે આગામી કેટલાંક વર્ષમાં જીડીપી વૃદ્ધિ દર વધીને આઠ ટકાની સપાટીએ પહોંચવાની સંભાવના વ્યક્ત કરાઇ હતી.

You might also like