બેંકોમાં બિનજાહેર ડિપોઝીટ પર લાગી શકે છે 60% ટેક્સ

નવી દિલ્હી: નોટબંધી બાદ બેંકોમાં અઢી લાખથી વધારે જમા થયેલી બિનજાહેર ડિપોઝીટ પર સરકાર આશરે 60% ટેક્સ લગાવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે ગુરુવારે સાંજે થયેલી કેબિનેટ બેઠકમાં એના માટે કાનૂનમાં સંશોધન કરવા પર ચર્ચા કરવામાં આવી. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર હાલના શિયાળા સત્ર દરમિયાન ઇન્કમ ટેક્સ બિલમાં સુધારો લાવવાની યોદના બનાવી રહ્યું છે. જેનાથી સરકાર 45%થી વધારે ટેક્સ અને દંડ ફટકારી શકે છે.

જન ધન ખાતામાં જેમા થયા 21,000 કરોડ
સરકારે 30 સપ્ટેમ્બરે પૂરી થયેલી આવક સ્કીમની જાહેરાત પર કાળાનાણાંના ખુલાસા પર 45 ટકા ટેક્સ લગાવ્યો હતો. જન ધન ખાતામાં 21,000 કરોડ રૂપિયાની ભારે રકમ જમા થયા બાદ સરકાર વધારે રકમ વસૂલાત કરવાનો વિચાર કરી રહી હતી. કેબિનેટ બેઠક બાદ સત્તાવાર સ્તર પર કોઇ જાણકારી આપવામાં આવી નહતી.

પરંપરા અનુસાર સંસદના સત્ર દરમિયાન કોઇ પણ નીતિગત નિર્ણયની જાણકારી ગૃહની બહાર આપવામાં આવતી નથી. સૂત્રોના અનુસાર બેંકોમાં જમા થયેલી બિનજાહેર રકમ પર ટેક્સ લગાવવા માટે આતુર છે. નોટબંધી બાદ સરકાર વારંવાર ચેતાવણી આપતી રહી છે કે કાળું નાણું બીજા ખાતાના જમા કરવા પર ટેક્સ વિભાગ કડક કાર્યવાહી કરશે. સરકારી અધિકારી હાલના કાનૂન પ્રમાણે 30 ટકા ટેક્સ સાથે 200 ટકા દંડ લગાવવા તેમજ કેસ ચલાવવાની વાત કરી રહ્યા છે.

You might also like