આજે શીખીએ કે કેવી રીતે બને સ્વાદિષ્ટ માવા કચોરી

હવે આજે અમે આપ સૌને એવી વાનગી શીખવાડવા જઇ રહ્યાં છીએ કે જેને જોઇને તુરંત તમારા મોમાં પાણી આવી જશે. તો આજે અમે આપણે શીખવાડીશું માવા કચોરી. હવે તમે ઘેર બેઠાં બનાવો માવા કચોરી. તો જાણો હવે માવા કચોરી બનાવવા કઇ-કઇ જોઇશે સામગ્રી અને કઇ રીતે તેને બનાવી શકાશે.

માવા કચોરી બનાવવા માટે જોઇતી સામગ્રી:
૧ કપ મેંદો
૨ ચમચા ઘી
૧/૨ કપ ગરમ પાણી

સ્ટફિંગ માટે:
૧/૨ કપ સૂકો મેવો બારીક કાપેલો(કાજુ,બદામ,પિસ્તા)
૩/૪ કપ માવો
૧/૨ ચમચી ઇલાયચી
૩ ચમચી ખાંડ

માવા કચોરી બનાવવા માટેની રીત:
સૌ પ્રથમ એક બાઉલમાં મેંદો લો અને તેમાં બરાબર ઘીને મિક્ષ કરો. પછી ગરમ પાણીથી તમે લોટ બાંધી લો. તેને ભીનાં કપડામાં ૧૦ મિનિટ સુધી રહેવા દો. પછી તમે
સ્ટફિંગ માટે એક વાસણમાં એક ચમચી ઘી નાંખી માવાને મિડીયમ ગેસ પર શેકો. પછી તેમાં કટીંગ કરેલ સૂકો માવો, ઇલાયચી અને ખાંડ નાંખી મિક્ષ કરો. હવે જ્યાં સુધી ઢીલા લોટ જેવું થઇ જાય ત્યાં સુધી તેને મિડીયમ ગેસ પર બરાબર શેકો. આ લોટ જ્યારે ઠંડો થઇ જશે તો ત્યાર બાદ તે થોડો સૂકો થઇ જશે.

હવે કચોરી બનાવવા માટેની રીત:
સૌ પહેલાં તમે લોટને અંદાજે એક મિનિટ સુધી મસળ્યા કરો. હવે થોડો લોટ લઇ લો. આ લોટને નાની-નાની પુરીની જેમ તમે વણી નાંખો. ત્યાર બાદ તેમાં મસાલો(સ્ટફિંગ કરેલ વસ્તુ) ભરીને તેને બંધ કરી દો. એ જ રીતે બીજી વાર તમે લોટ લઇ તેની પુરીઓ વણી તેમાં સ્ટફિંગ ભરી તેને 3થી4 મિનીટ સુધી રહેવા દો. પછી તેને એક તેલમાં ગરમ કરવા મૂકી રાખો. હવે સ્ટફ કરેલા ગોળાકાર બોલને હાથની હથેળીમાં લઇ તેને હળવા હાથે ગોળ આકાર આપો. આ જ રીતે બીજી કચોરીઓ તૈયાર કરો. પછી એક કઢાઇ લઇ તેમાં તેલ ગરમ થઇ જાય ત્યાં સુધી તેને એક મિડીયમ ગેસ પર આ કચોરીને તળી નાંખો.

હવે આ કચોરીઓમાં કચોરી એક બાજુ બરાબર ફૂલી જાય ત્યાર બાદ એને બીજી સાઇડ ફેરવી નાંખો. તેલમાં તળેલી આ કચોરીઓ જ્યાં સુધી બદામી રંગની જ્યાં સુધી ના થઇ જાય ત્યાં સુધી તેને તેલમાં તળો. તો હવે લો તૈયાર છે તમારી આ માવા કચોરી.

હવે આ કચોરી પર ખાંડની ચાસણી અને સૂકો મેવો નાંખો અને તેને એક ડીશમાં સર્વ કરો.

You might also like