મોદી સરકારે પરત લીધી રોબર્ટ વાડ્રાની માતાની સુરક્ષા

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાડ્રાની માતાને આપવામાં આવેલી VIP સિક્યોરીટી કવર મંગળવારથી હટાવી લેવામાં આવ્યું છે. આ મુદ્દા પર છેલ્લાં કેટલા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. ગત સપ્તાહે કોંગ્રેસે મોદી સરકાર પાસે આ મામલે સ્પષ્ટતા માંગી હતી કે વાડ્રાની માતાને કેમ સુરક્ષા આપવામાં આવી રહી છે. ત્યારે કેન્દ્ર સરકારે આખરે રોબર્ટ વાડ્રાની માતા મોરીન વાડ્રાને આપવામાં આવી રહેલા  VVIP સુરક્ષા મંગળવારે પરત લઇ લીધી છે.

ઉલ્લેખનીય છે કે વાડ્રાની માતા મોરીન વાડ્રાના ન્યૂ ફ્રેડ્સ કોલોની સ્થિત નિવાસ્થાન પર સુરક્ષા માટે છેલ્લાં 13 વર્ષથી દિલ્હી પોલીસના 6 સુરક્ષાકર્મીઓ 24 કલાક તૈનાત રહેતા હતા. તેની પર કોંગ્રેસ પ્રવક્તા અજય કુમારે સવાલ કર્યો હતો કે વાડ્રાની માતાને મળનારી સુરક્ષા પાછળ કોઇ કારણ નથી. તો કેન્દ્ર સરકારે તેમની સુરક્ષા કેમ હટાવી રહી નથી. મોરીન વાડ્રાના ઘરે તેનાત સિક્યોરીટી ગાર્ડે પણ આ વાતની પુષ્ટી કરી હતી. તેમણે વર્ષ 2004થી જ VVIP સુરક્ષા મળી રહી હતી. આજ સમયે કોંગ્રેસ પાછી સત્તા પર આવી હતી. આ વાત સામે આવતા રોબર્ટ વાડ્રાએ ફેસબુકના માધ્યમથી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.


ફેસબુક પર વાડ્રાએ લખ્યું હતું કે સાચે જ આપણે એટલી હદ સુધી નીચા ઉતરી ગયા છીએ કે આપણે વડીલોને પણ આદર આપી શકતા નથી. તેમને પણ હેરાન કરી રહ્યાં છીએ. કૃપા કરીને મારી માતાની પાછળ ન પડો. મને જે સુવિધા અને સુરક્ષા મળી છે તે હટાવી લો. તે મારા માટે કોઇ જ મહત્વના નથી. હું આ જોખમ ઉઠાવી લઇશ પરંતુ આપણે કેટલાક શિષ્ટાચાર જાળવવા જોઇએ. હાલ પત્રકારત્વનો સૌથી ખરાબ તબક્કો ચાલી રહ્યો છે.

http://sambhaavnews.com/

You might also like