મુસ્લિમ ધર્મગુરુએ યોગી ના ‘સૂર્ય નમસ્કાર’ વાળા નિવેદનનું કર્યું સમર્થન

નવી દિલ્હી: જમાત એ હિંદના અધ્યક્ષ મૌલાના સુહેબ કાસમીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સૂર્ય નમસ્કાર અને નમાજમાં સમાનતા વાળા નિવેદન પર સમર્થન આપ્યું છે. એમનું કહેવું છે કે ધર્મ લોકોને શાંતિની શિક્ષા આપે છે અને યોગી આદિત્યનાથનું આ કથન રાષ્ટ્રને એકત્રિત કરવામાં મદદ કરશે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નમાજ અને સૂર્ય નમસ્કાર મળતા આવે છે એવું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે રાજનિતી બંનેને એક થવા દેતી નથી. લખનઉમાં ચાલી રહેલા યોગ મહોત્સવ દરમિયાન યોગી આદિત્યનાથએ કહ્યું કે સૂર્ય નમસ્કારમાં જેટલા આસાન અને મુદ્રાઓ હોય છે, એ મુસ્લિમ બંધુઓની નમાજ પઢવાની ક્રિયાથી મળતી આવે છે.

મોલાના કાસમીએ કહ્યું, ‘યોગી આદિત્યનાથનું નિવેદન વખાણવા લાયક છે, જેનાથી રાષ્ટ્રમાં એક્તા વધશે. દરેક ધર્મ લોકોને શાંતિનો સંદેશ આપે છે. એકબીજાની સાથે પ્રેમથી રહેવાનું શિખવાડે છે.’ મારું માનવું છે કે દરેક ધર્મના લોકોમાં પૂજા કરવાની રીત મળતી આવે છે, કારણ કે ઇશ્વર એક છે. યોગી આદિત્યનાથ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પણ એવું માનવું છે કે, એ માટે બંનેની સરાહના હોવી જોઇએ.

http://sambhaavnews.com/

You might also like