મઉમાં વડાપ્રધાન કાફલા પર હૂમલાની આશંકા : સુરક્ષા એજન્સી એલર્ટ પર

મઉ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે મઉમાં ચૂંટણી સભાને સંબોધિત કરવાનાં છે. આ દરમિયાન તેમના કાફલા પર હૂમલાની આશંકા છે. મઉનાં એડીશનલ એશપીએ આજે આ અંગે આશંકા વ્યક્ત કરી હત. વડાપ્રધાન મોદી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના છઠ્ઠા ચરણનાં મતદાન પહેલા પુર્વ ઉત્તરપ્રદેશમાં ચૂંટણી સભામાં મઉ આવી રહ્યા છે. આજે મઉ એડીશનલ એસપી રવિન્દ્રસિંહે મીડિયાને જણાવ્યું કે જિલ્લામાં ફોર્સને તૈનાત રાખવામાં આવ્યો છે.

આશંકા છે કે વડાપ્રધાન મોદીનો કાફલો રોકેટ લોન્ચર અથવા તો પછી વિસ્ફોટકથી હૂમલા કરવામાં આવી શકે છે. એએસપીએ જણાવ્યું કે પૂર્વી ઉત્તરપ્રદેશમાં આતંકવાદી સંગઠનો વધારે સક્રિય છે. પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી પુર્વ ઉત્તરપ્રદેશનાં આતંકવાદી સંગઠન સાથે મળીને કાવત્રાનો ઉકેલ લાવી શકે છે.

આશંકા વ્યક્ત કરાઇ રહી છે કે વડાપ્રધાન મોદીના કાફલા પર રોકેટ લોન્ચર અથવા પછી વિસ્ફોટક દ્વારા હૂમલો કરવામાં આવી શકે છે. જેના કારણે હાલ સમગ્ર પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે.

You might also like