મહિલા કર્મીઅો દ્વારા સંચાલિત પહેલું રેલવે સ્ટેશન માટુંગા બનશે

મુંબઈ: લગભગ એક અઠવાડિયા બાદ સેન્ટ્રલ રેલવે માટુંગા રેલવે સ્ટેશનને મહિલા સ્ટાફર્સના હવાલે કરશે. માટુંગા રેલવે અને શહેરનું પહેલું એવું સ્ટેશન હશે, જેમાં માત્ર મહિલા કર્મીઅો જ કામ કરતી હશે. અા પહેલાં જયપુરનું મેટ્રો સ્ટેશન શ્યામનગર મહિલાઅો દ્વારા સંચાલિત સ્ટેશન હતું. માટુંગા સ્ટેશન પર ૩૦ મહિલા કર્મચારીઅોનો સ્ટાફ છે, જેમાં ૧૧ બુ‌િકંગ ક્લાર્ક, ૭ ટિકિટ કલેક્ટર, ૨ ચીફ બુ‌િકંગ એડ્વાઈઝર્સ, ૫ રેલવે પોલીસ કર્મી, ૫ પોઈન્ટ પર્સન, ૨ એલાઉન્સર અને ૧ સ્ટેશન મેનેજર સામેલ છે.

અા પગલા પાછળ સેન્ટ્રલ રેલવે જીએમ ડી. કે. શર્માનો હાથ છે. તેમણે જણાવ્યું કે મહિલાઅોને સશક્ત બનાવવા માટે અા નાનકડી પહેલ છે. તેમણે કહ્યું કે અમારા કેટલાક પેસેન્જર્સ રિઝર્વેશન સેન્ટ્રલ અને ઉપનગરીય ટ્રેનોમાં ટિકિટિંગની સંપૂર્ણ સિસ્ટમ મહિલાઅો સંભાળે છે. ત્યારબાદ નિર્ણય લેવાયો કે અા અાખું સ્ટેશન મહિલાઅોને સોંપવું જોઈઅે.

સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝનના સચીન ભલોડે જણાવ્યું કે ઘણા મહિલા કર્મીઅોને પહેલાં જ માટુંગા સ્ટેશનમાં ટ્રાન્સફર કરી દેવાયા છે. માટુંગા સ્ટેશન પર એક મહિલા કર્મીઅે જણાવ્યું કે અમે એકબીજાની સમસ્યાઅોને સારી રીતે સમજીઅે છીઅે. અમે એકબીજાને સાથ અાપીઅે છીઅે. તેથી કામ કરવાનું પણ સરળ બને છે.

ડી. કે. શર્માઅે જણાવ્યું કે જો અા પ્રયોગ સફળ રહ્યો તો અન્ય કેટલાંક સ્ટેશનોને પણ સંપૂર્ણ રીતે મહિલાઅોને સોંપવામાં અાવશે. એવું નથી કે મહિલાઅોને સશક્ત બનાવવા તરફ સેન્ટ્રલ રેલવેનું અા પહેલું પગલું છે. અા પહેલાં મમતા કુલકર્ણી નામની મહિલા કર્મીને કુર્લા સ્ટેશનની પહેલી મહિલા સ્ટેશન માસ્ટર બનાવાઈ હતી.
http://sambhaavnews.com/

You might also like