દિવાળીના તહેવારોમાં મઠિયાંમાં અચ્છે દિનઃ ગૃહિણીઓ ખુશ

અમદાવાદ: દિવાળીના તહેવારોમાં પરંપરાગત રીતે ઘરેઘરે ફરસાણ તરીકે ઉપયોગમાં લેવાતા મઠિયાં અને ચોળાફળીના ભાવે પહેલીવાર જીએસટીની ઇફેકટને પાર કરીને ૩૦ ટકા જેટલા ઘટી જતાં ગૃહિણીઓમાં આનંદની લાગણી ફેલાઇ છે. દિવાળીના તહેવારોમાં અંદાજે ર૦૦ ટન મઠિયાનું વેચાણ થાય છે. જીએસટીની અસર આ દિવાળીમાં મઠિયાં અને ચોળાફળી ઉપર વર્તાઇ નથી.

વેપારીઓનું કહેવું છે કે દાળના ભાવમાં ચાલુ વર્ષે ઘણા ઓછા હોવાથી મઠિયાંના ભાવમાં ઘટાડો થયો છે. ગત વર્ષે ચોળાફળી રૂ.૧૮૦થી રર૦માં વેચાણ થતી હતી જે આ વર્ષે રૂ.૧૬૦થી ૧૭૦ના ભાવે વેચાણ થઇ રહી છે. ખેડા જિલ્લો મઠિયાં ચોળાફળીના ઉત્પાદનનું હબ ગણાય છે. માત્ર દિવાળીના દિવસોમાં તેનો વેચાર સાડા ત્રણ કરોડ સુધી પહોંચી જાય છે. દિવાળીનો તહેવાર હોય અને થાળીમાં મઠિયાં કે ચોળાફળી ન હોય તો અધુરું લાગે છે.

દિવાળી ટાણે ઉત્પાદન થતાં મઠિયાં ચોળાફળીમાં ૩પ ટકા ઉત્પાદન દેશમાં નિકાસ થાય છે. ગુજરાતના ખૂણે ખૂણેથી ખેડા જિલ્લામાં આવેલા નાનકડા ગામ ઉત્તરસંડામાં વેપારીઓ જથ્થાબંધ બુકિંગ કરાવી લે છે. તહેવારોમાં છુટક મળતાં મઠિયાં ચોળાફળીના ભાવ સતત વધતા રહ્યા છે. મઠિયાં ચોળાફળીમાં મઠની દાળ અડદની દાળ અને ચોળાની દાળ વધુ વપરાય છે. આ વર્ષે આ દાળમાં ર૦થી ૩૦ ટકાનો ભાવ ઘટાડો થયો છે તેના કારણે મઠિયાં ચોળાફળી પણ સસ્તાં થયાં છે. ગત વર્ષે રૂ.૧૮૦થી રર૦ મળતાં ચોળાફળી મઠિયાં આ વર્ષે રૂ.૧૬૦થી ૧૭૦ના પ્રતિ કિલો મળી રહ્યાં છે.

You might also like