યુવીની વાપસીમાં હેડનનો હાથ?

મીરપુરઃ એશિયા કપ ટી ૨૦માં ગત મંગળવારે રમાયેલા મુકાબલામાં શ્રીલંકા વિરુદ્ધ ૩૫ રનની તોફાની ઇનિંગ્સ રમનારા ભારતના ડાબોડી બેટ્સમેન યુવરાજસિંહે કહ્યું, ”મને લાગી રહ્યું છે, જાણે મેં ગુમાવેલું ફોર્મ હાંસલ કરી લીધું છે.” ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલાં બાંગ્લાદેશમાં રમાયેલા ટી ૨૦ વિશ્વ કપની ફાઇનલમાં ખરાબ બેટિંગને કારણે ટીમમાંથી બહાર ફેંકાઈ ગયેલા યુવરાજે આ જ મેદાન પર પોતાનું ગુમાવેલું ફોર્મ પાછું મેળવ્યું.

રંગના હેરાથના બોલ પર ફટકારેલાે એ છગ્ગો જોઈને લાગ્યું કે યુવરાજ હવે પોતાના અસલી ફોર્મમાં આવી ગયો છે. ટીમના કેપ્ટન ધોનીએ પણ કહ્યું હતું કે યુવરાજને ફોર્મમાં આવવા માટે થોડો સમય આપવો પડશે.

યુવરાજની શાનદાર ઇનિંગ્સ પાછળ એક માસ્ટર બેટ્સમેનનો હાથ છે, જેણે મેચ શરૂ થતાં પહેલાં યુવીને કેટલીક બેટિંગ ટિપ્સ આપી હતી. યુવરાજ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન મેથ્યુ હેડનની સાથે હતો અને યુવીએ મેથ્યુ સાથે લગભગ દસેક મિનિટ વાત કરી હતી. એ દરમિયાન હેડને તેને બેટિંગના કેટલાક ખાસ ગુણ શીખવ્યા હતા. હેડનના એ ગુરુમંત્રથી યુવરાજની તો વાપસી થઈ જ, સાથે સાથે કરોડો ક્રિકેટ ચાહકોને પણ પોતાનો અસલી યુવરાજ મળી ગયો.

You might also like