ત્રણ અેસી કોચની મેટ્રો ટ્રેન સવારે ૬થી રાતના ૧૧ સુધી દોડશે

અમદાવાદ: સમગ્ર અમદાવાદમાં મેટ્રો રેલવે પ્રોજેક્ટ શહેરીજનો માટે ટોક ઓફ ધ ટાઉન વિષય બન્યો છે. ઓકટોબર ર૦૧૭ પહેલાં વસ્ત્રાલ ગામથી કાંકરિયા એપરલ પાર્ક સુધીના છ કિ.મી.ના પટ્ટામાં અત્યાધુનિક મેટ્રો રેલવે દોડતી થઇ જશે. આ મેટ્રો રેલવે સવાર ૬-૦૦ વાગ્યાથી રાતના ૧૧-૦૦ વાગ્યા સુધી દોડશે અને તેનો દરરોજ હજારો ઉતારુઓ લાભ લેશે. મેટ્રો રેલવે પ્રોજેક્ટ માટે સ્થપાયેલી મેટ્રો લિન્ક એકસપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ કંપની લિમિટેડ (મેગા)ના એમડી આઇ.પી. ગૌતમ કહે છે કે ઉતારુઓ માટે મેટ્રો રેલવે સવારના ૬-૦૦ વાગ્યાથી માંડી રાતના ૧૧-૦૦ વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. જેના કારણે સમગ્ર વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધીના પટ્ટાના હજારો ઉતારુઓને લાભ થશે.

આઇ. પી. ગૌતમ વધુમાં કહે છે કે આ ટ્રેનમાં ત્રણ એસી કોચ હશે. જેના તમામ કોચ ઓટોમેટિક ડોર ધરાવતા હશે. સંપૂર્ણ ટ્રેનની ૯૦૦ ઉતારુઓની ક્ષમતા હશે. તેમજ પીકઅવર્સમાં ટ્રેનની ફ્રીકવન્સી દર ત્રણ મિનિટની હશે અને ઓફ પીકઅવર્સમાં પણ દર છ મિનિટે ઉતારુઓને ટ્રેન મળશે. મેટ્રો રેલવે સ્થાનિક ગેજ લાઇનના ડબલ ટ્રેક પર દોડશે.

મેટ્રો રેલવેના પ્રતિ કિ.મી. પાછળ રૂ.૪૬.૩૪ કરોડ ખર્ચાશે
વસ્ત્રાલ ગામથી એપરલ પાર્કના છ કિ.મી.ની મેટ્રો લાઇન માટે જે. કુમાર ઇન્ફ્રા પ્રોજેકટને રૂ.ર૭૮ કરોડનો કોન્ટ્રાકટ અપાયો છે એટલે કે મેટ્રો રેલવેના પ્રતિ કિ.મી. પાછળ રૂ.૪૬.૩૪ કરોડ ખર્ચાશે.

વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધીનાં છ સ્ટેશન
• વસ્ત્રાલ ગામ
• નિરાંત ક્રોસ રોડ
• વસ્ત્રાલ
• રબારી કોલોની
• અમરાઇવાડી
• એપરલ પાર્ક

મેટ્રો રેલવે સેગ્મેન્ટ પર દોડશે
મેટ્રો રેલવે ટ્રેન દોડતી કરતાં પહેલાં અન્ડર ગ્રાઉન્ડ પાઇલ્સ બની રહ્યા છે. જેના પર જમીનમાં પાઇલ કેપ બનશે. આ પાઇલ કેપ ઉપર ૯થી ૧૧ મીટરના પીલર ઊભા કરાઇ રહ્યા છે. આ પીલર પર પીલરકેપ અને તેના ઉપર લંબચોરસ સેગ્મેન્ટનું નિર્માણ થઇ રહ્યું છે. સેગ્મેન્ટ પર સ્ટાન્ડર્ડ ગેજના ટ્રેક મુકાશે અને મેટ્રો રેલવે આ ટ્રેક પર દોડતી થશે.

 

You might also like