મથુરા: મથુરા કાંડના વધુ એક આરોપી ચંદન બોસ બસ્તીથી ઝડપાયો છે. પોલીસે બુધવારે પત્ની સહિત ચંદનને તેની સાસરીથી ધરપકડ કરી છે. ચંદન માસ્ટરમાઇન્ડ રામવૃક્ષનો અંગત અને શાર્પ શૂટર છે.
મથુરા કાંડમાં ચંદનની મહત્વપૂર્ણ ભૂમિકા રહી. તેને જ સંતોષ યાદવને ગોળી મારી હતી. બુધવારે પોલીસને ચંદન ઉપરાંત અન્ય ચાર આરોપીઓની ધરપકડ કરી.
ચંદનને ક્રાઇમ બ્રાંચ અને પરશુરામપુર પોલીસે મળીને ધરપકડ કરી. બાદમાં મથુરા પોલીસે તેને પોતાની કસ્ટડીમાં લીધો. આ રામવૃક્ષના કેમ્પનો માસ્ટર ટ્રેનર હતો.
હિંસાના માસ્ટર માઇન્ડ રામવૃક્ષ યાદવ પહેલાં જ માર્યો ગયો છે. પોલીસે હવે તે આરોપીઓની શોધખોળમાં ઠેર-ઠેર રેડ પાડી રહી છે, જેમણે રામવૃક્ષની સાથે મળીને આ દબાણમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે બે જૂનના રોજ કોર્ટના આદેશ પર મથુરાના જવાહરબાગને ગેરકાયદેસર કબજેદારોથી મુક્ત કરાવવા માટે થયેલી કાર્યવાહીમાં બે પોલીસ અધિકારીઓ સહિત 29 લોકોના મોત નિપજ્યાં હતા.