મથુરામાં ૨૫ કિલો ચાંદીના અષ્ટ કમળમાંથી શ્રીકૃષ્ણનું પ્રાગટ્ય

મથુરા: ભગવાન શ્રીકૃષ્ણનાં જન્મસ્થળ મથુરામાં પ્રથમવાર ૨૫ કિલો ચાંદીનાં અષ્ટકમળમાં ભગવાન શ્રીકૃષ્ણને પ્રગટ કરાવવામાં આવ્યા હતા. અને આવાંં આયોજનનો આ વર્ષે ૩૦ લાખ ભાવિકોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત દેશભરમાં અનેક જગ્યાએ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

દરમિયાન મથુરા ગયેલા ભાવિકોમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મને લઈને ઉજવણી કરવાનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મથુરા,વૃંદાવન સહિત વ્રજ ડિવિઝનમાં ગત વર્ષે ૨૦ લાખ ભાવિકો હાજર રહયા હતા જ્યારે આ વખતે ૩૦ લાખ ભાવિકોએ ભગવાનનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભગવાનનો જન્મ થતાં જ ઠેર ઠેર ભજન અને કીર્તનનો દોર શરૂ થઈ ગયો હતો. જન્મનો સમય આવતાં જ ૨૫ કિલો ચાંદીનાં અષ્ટકમળની પાંખડીઓ આપોઆપ ખૂલી ગઈ હતી. અને ભગવાનનો જન્મ થતાં જ હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલકી સાથે કીર્તન,ભજન અને ધૂન શરૂ થઈ ગઈ હતી.

You might also like