પ્રાઇવેટ સેક્ટરમાં પણ 26 સપ્તાહની મેટરનિટી લીવ, પ્રપોઝલ તૈયાર

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે મેટરનિટી લીવને વધારીને 26 સપ્તાહ સુધી કરવાની પ્રપોઝલ તૈયાર કરવામાં આવ્યું છે. સરકારે કહ્યું કે સરકારી અને પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરનારી મહિલાઓને હવે સાડા છ મહિનાની મેટરનિટી લીવ મળી શકશે. આ માટેની જાણકારી કેન્દ્રીય શ્રમ મંત્રી બંડારૂ દત્તાત્રેયએ આપી હતી.

હકીકતમાં હાલમાં પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરનારી મહિલાઓને 3 મહિના સુધી મેટરનિટી લીવ મળતી હતી. બંડારૂ દત્તાત્રેયએ જણાવ્યું છે કે સેન્ટ્રલ લેબર મિનિસ્ટ્રી છેલ્લા કેટલાક દિવસોથી મેટરનિટી લીવને વધારવા માટે વિચાર કરી રહ્યા હતા ત્યારબાદ હવે તેને લઇને પ્રપોઝલ તૈયાર કરવામાં આવ્યું છે. તેઓએ કહ્યું કે સરકારના આ વિધેયકને આગામી સત્રમાં રજૂ કરવાની યોજના છે.

નોંધનીય છે કે સરકારી કર્મચારીઓ માટે 26 સપ્તાહ અથવા છ મહિનાની મેટરનિટીની વ્યવસ્થાપહેલાથી જ છે ત્યારે અમુક પ્રાઇવેટ સેક્ટરમાં વધુમાં વધુ ત્રણ મહિના સુધીની લીવ આપવામાં આવતી હતી. જો કે કેટલીક નાની સંસ્થાઓમાં આ લાભ આપવામાં આવતો નથી, તેમને કહ્યું કે નવા મેટરનિટી લીવ વિધેયકમાં મેટરનિટી લીવને હાલમાં 12 સપ્તાહથી વધારીને 26 સપ્તાહ કરવાનો પ્રસ્તાવ છે અને કેન્દ્રીય મંત્રીમંડળ આ મંજૂરી માટે જલ્દી વિચાર કરશે.

મંત્રીએ કહ્યું કે મંત્રાલય આ વિધાયકને સંસદના મોનસૂન સત્રમાં મૂકવામાં આવશે. જો કે શ્રમ મંત્રી કામકાજ કરનાર લોકોને ઘરેથી બેઠા કામ કરવાના વિકલ્પને ઉપલ્બ્ધ કરાવવા માટે અનિવાર્ય બનાવવા માટે એક તરફથી નકારી દેતા જોવા મળ્યા છે.

આ સાથે જ મંત્રીએ કહ્યું કે દુકાનો, મોલ અને સિનેમા હોલ સહિત અન્ય પ્રતિષ્ઠાનોને વર્ષ દરમિયાન ચોવીસ કલાક ચાલુ રહેવા માટે અનુમતિ આપવાના સંબંધી મોડલ કાનૂનથી શ્રમ દળમાં મહિલાઓની ભાગીદારી વધશે. ભારતમાં મહિલાઓને પ્રેગનેન્સીના કારણે વર્કપ્લેસ છોડવાનો રેટ દુનિયામાં સૌથી વધારે છે. જો કેબિનેટ પ્રપોઝલમંજૂરી આપી દે છે, તો ભારતનો તે 40 દેશોમાં સમાવેશ થઇ જાય જ્યાં મેટરનિટી લીવ 18 સપ્તાહથી વધારે આપવામાં આવે છે.

You might also like