હવે પ્રાઇવેટ સેક્ટરમાં મળશે 26 અઠવાડિયાની Maternity leave!

નવી દિલ્હીઃ પ્રાઇવેટ સેકટરમાં કામ કરતી મહિલાઓ માટે ખુશખબર છે. મોદી સરકાર ટુંક સમયમાં જ મેટરનીટી લીવ વધારવાનો નિર્ણય લેવા જઇ રહી છે. મળતા અહેવાલો મુજબ કેન્દ્ર સરકાર કામ કરતી મહિલાઓ માટે મેટરનીટી લીવ વધારીને ર૬ સપ્તાહ કરવા માંગે છે. હાલ મહિલા કર્મચારીને ૧ર સપ્તાહની મેટરનીટી લીવ મળી શકે છે. આ બારામાં શ્રમ મંત્રાલયે થોડા દિવસ પહેલા ટ્રેડ યુનિયનો અને માલિકો સાથે ચર્ચાવિચારણા પણ કરી હતી.

મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ જણાવ્યુ છે કે, આ બારામાં શ્રમ મંત્રાલયને એક પત્ર લખવામાં આવ્યો છે તેમાં મેટરનીટી લીવ વધારીને છ મહિના કરવાની વાત જણાવવામાંઆવી છે. તેમણે કહ્યુ છે કે, મંત્રાલયે આ બાબતમાં હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. મેટરનીટી લીવ વધારવા માટે શ્રમ મંત્રાલયને મેટરનીટી બેનીફીટ એકટ ૧૯૬૧માં ફેરફાર કરવો પડશે જે પછી જ તે લાગુ થશે.

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના અધિકારીઓનુ કહેવુ છે કે, અમારો પ્રયાસ એ બાબત ઉપર રહેશે કે, મેટરનીટી લીવને ૩ર સપ્તાહ એટલે કે ૮ મહિના કરવામાં આવે. અત્રે એ નોંધનીય છે કે, હાલ મહિલાઓને માત્ર ૧ર સપ્તાહની જ મેટરનીટી રજા મળે છે એ દરમિયાન તેને સંપુર્ણ પગાર મળતો હોય છે.

You might also like