માલનો સપ્લાય ક્યારે થયેલ ગણાય

(A) નીચેનામાંથી જે વહેલું થાય તે સમયે માલનો સપ્લાય થયેલ ગણાશે.
• જ્યારે માલ ખસેડી શકાય તેમ હોય ત્યારે જે દિવસે માલ પ્રાપ્ત કરનારને મોકલવા માલ ખસેડવામાં આવે તે દિવસ
• નીચેના સંજોગોમાં માલ ખસેડી શકાય તેમ ન હોય ત્યારે માલ પ્રાપ્ત કરનારને માલ હવાલે કરવામાં આવે તે દિવસ.
૧. માલ ફિઝિકલી ખસેડી શકાય તેવો ન હોય.
૨. જ્યારે માલ એસેમ્બલ્ડ કે સ્થાપિત સ્વરૂપમાં હોય.
૩. એજન્ટ અને પ્રિન્સિપલ વચ્ચેના વ્યવહારો.
• સપ્લાયનું બિલ જે તારીખે આપવામાં આવેલ હોય.
• સપ્લાયનું પેમેન્ટ જે તારીખે પ્રાપ્ત થાય.
• માલ મેળવનાર દ્વારા ચોપડે માલ મળ્યાની નોંધ કરવામાં આવે.
(B) માલ જાંગડ મોકલવામાં આવે ત્યારે જ્યારે સપ્લાય થવાનું નક્કી થાય અથવા માલ મોકલ્યાથી છ માસનો સમય બેમાંથી જે વહેલું હોય તે દિવસે સપ્લાય થયેલ ગણાશે.
(C) કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા પેટિફિકેશન દ્વારા નિર્દિષ્ટ સતત સપ્લાય ગણાતા માલના કિસ્સામાં સમયાંતરે અપાતા હિસાબો કે ચુકવણાની છેલ્લી તારીખ અને જ્યાં આવા સમયાંતરે હિસાબો કે ચુકવણું ન થતું હોય ત્યાં સપ્લાયનું બિલ અને તેનું ચુકવણું બેમાંથી જે પહેલું થાય તે સપ્લાયની તારીખ ગણાશે.

સપ્લાયની કિંમત શું ગણાશે?
માલ કે સેવાના સપ્લાયના વ્યવહારમાં જો બંને પક્ષકાર એકબીજાના સંબંધિત ન હોય અને કિંમત જ સપ્લાય માટે અવેજ હોય ત્યારે વ્યવહાર માટે ચૂકવેલ કે ચૂકવવાપાત્ર કિંમત સપ્લાયની કિંમત ગણાશે કે જેના પર વેરો ભરવાની જવાબદારી ઉપસ્થિત થશે કે જેમાં નીચેની રકમનો પણ સમાવેશ થઈ જશે.
• સપ્લાય કરનારે જે રકમ ચૂકવવી જોઇતી હતી, પરંતુ માલ કે સેવા મેળવનારે તે ચૂકવી હોય અને તેનો સમાવેશ સપ્લાયની કિંમતમાં ન
થતો હોય.
• વિનામૂલ્યે કે ઓછી કિંમતે ખરીદનારે સપ્લાય માટે પૂરા પાડેલ માલ કે સેવાઓ કે તે રકમનો સપ્લાયની કિંમતમાં સમાવેશ કરવામાં ન આવેલ હોય.
• માલ કે સેવાઓ મેળવનારે ચૂકવવાની રોયલ્ટી કે લાઈસન્સ ફીની રકમ.
• એસજીએસટી, સીજીએસટી અને આઇજીએસટી કાયદા સિવાયના કાયદાઓ હેઠળ લાગતા વેરા, ફી અને કર.
• સપ્લાયને લગતા આનુષંગિક ખર્ચા જેવા કે પેકિંગ, વીમા વગેરે અને તેમાં માલ કે સેવાઓ આપતાં કે તે પહેલાંના સમયે કરવામાં આવેલ કોઇ પણ પ્રવૃત્તિ પેટે ચૂકવવાપાત્ર રકમનો પણ સમાવેશ થશે.
• વેચનારે ચૂકવેલ અને ખરીદનારે ભરપાઇ કરેલ કોઇ પણ ખર્ચ.
• સપ્લાય સાથે સંકળાયેલ કોઇ પણ પ્રકારની સબસિડીની રકમ.

ફરજિયાત નોંધણી નંબર કોને લેવાનો રહેશે?
• આંતર રાજ્ય માલ કે સેવા સપ્લાય કરતી હોય તે વ્યક્તિને
• કોઈક વખત જ માલ કે સેવાનો સપ્લાયનો વ્યવહાર કરનાર કેજ્યુઅલ કરપાત્ર વ્યક્તિ
• નોન રેસિડેન્ટ કરપાત્ર વ્યક્તિ
• રિવર્સ ચાર્જ બેઝિસ પર વેરો ભરવા જવાબદાર વ્યક્તિ
• ઈલેક્ટ્રોનિક્સ કોમર્સ ઓપરેટર
• જે વ્યક્તિ ઈલેક્ટ્રોનિક્સ કોમર્સ ઓપરેટર થકી માલ કે સેવાઓને સપ્લાય કરે છે.
• જે વ્યક્તિ અન્ય નોંધાયેલ કરપાત્ર વ્યક્તિ વતીથી એજન્ટ કે તે સિવાય માલ કે સેવાઓ સપ્લાય કરે છે.

You might also like