લોકેશ રાહુલની દમદાર સદીનાં પગલે ભારત 9 વિકેટે જીત્યું

હરારે : ભારત અને ઝિમ્બાવ્બેની વચ્ચે ત્રણ વનડે મેચની સીરીઝની પહેલી મેચમાં ભારતે લોકેશ રાહુલ અણનમ સદી ફટકારી હતી. અંબાતી રાયડુએ અણનમ 62 રનનાં દમ પર ઝિમ્બાવ્બેને 9 વિકેટથી હરાવ્યું હતું. આ જીતની સાથે જ ભારતે ત્રણ વનડે મેચની સીરીઝમાં 1-0થી આગળ વધી ગયું છે. લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી ભારતીય ટીમની પહેલી વિકેટ કરૂણ નાયર સ્વરીપે પડી હતી. નાયર તેંદઇ ચતારાએ 7 રન પર કેચ આઉટ કરાવ્યો હતો. એક વિકેટ પડ્યા બાદ અંબાતી રાયડુ અને લોકેશ રાહુલની વચ્ચે બીજી વિકેટે 162 રનની ભાગીદારી નોંધાઇ હતી.

રાયડૂએ 62 રન બનાવીને જ્યારે લોકેશ રાહુલ 100 રન બનાવીને અણનમ રહ્યો અને બંન્ને બેટ્સમેનોએ ભારતને સરળ વિજચ મળ્યો હતો. લોકેશ રાહુલે પોતાનાં પહેલા આંતરરાષ્ટ્રીય વનડે મેચમાં અણનમ 100 રન બનાવીને ઇતિહાસ રચી દીધો હતો. પહેલા બેટિંગ કરતા ઝિમ્બાવ્બેની ટીમને પહેલો ઝટકો બરિંદર સરને આપ્યો હતો. સરને ઓપનર પીટર મૂરને 3 રન પર આઉટ કર્યો હતો. મૂરેએ તેને એલબીડબલ્યૂ આઉટ કર્યો. ટીમનાં સૌથી ખતરનાક બેટ્સમેન હેમિલ્ટન મસાકાદ્જાને ધવલ કુલકર્ણીએ પોતાનો પહેલો શિકાર બનાવ્યો હતો. મસાકદજાને ધવલે 14 રન પર ધોનીનાં હાથે કેચઆઉટ કર્યો હતો. જસપ્રીત બુમરાહે ચામૂ ચિભાભાને પોતાની બીજી ઓવરની પહેલા બોલ પર ક્લીન બોલ્ડ કરી દીધો હતો. ચિભાભાએ 13 રન બનાવ્યા હતા. બૂમરાહે પોતાની બીજો શિકાર સંબાદાને બનાવ્યો હતો. તેમણે સિંબાદાને 5 રન પર ધોનીનાં હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ક્રેગ ઇરવિંદન અક્ષરને શિકાર બન્યો હતો. તે 21 રન પર ફેઝ ફઝલનાં હાથે કેચઆઉટ થઇ ગયો હતો. સિકંદર રજાને બરિંદર સરે 23 રન પર ક્લીન બોલ્ડ કરી દીધો હતો. ચહલે મુતુમબામિ તરીકે પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય વિકેટ ઝડપી હતી. તેણે મુતુમબામિને 15 રન પર લોકેશ રાહુલનાં હાથે કેચઆઉટ કરાવ્યો હતો. ક્રેમરે કુલકર્ણીએ 8 રન પર આઉટ કર્યો. ચિગુંબરાને બુમરાહે 41 રન પર બોલ્ડ કર્યો. ચતારાને બુમરાહે 4 રન પર આઉટ કર્યો હતો.
જસપ્રિત બુમરાહે 4, ધવલ કુલકર્ણી અને બરિંદર સરને 2-2 જ્યારે અક્ષર પટેલ અને યજુવેન્દ્ર ચહલે 1-1 વિકેટ ઝડપી હતી.

You might also like