વટાણાના મુઠિયા

સામગ્રી

4 બટાકા (બાફેલા અને મેશ કરેલા)

1 ચમચી લાલ મરચા પાવડર

1 કપ કાજુના ટૂકડા

1 કપ કિશમિશ

મીંઠુ સ્વાદ અનુસાર

1 ચમચી લીલા ઘાણા

1 ચમચી આદુની પેસ્ટ

1 ચમચી લીલા મરચા (સમારેલા)

1 ચમચી લીંબુનો રસ

1 ચમચી દાડમના દાણા

150 ગ્રામ તેલ

1 ચમચી જીરૂ

2 ચમચી બ્રેડ ક્રમ્બ્સ

1 ચમચી ચાટ મસાલો

100 ગ્રામ વટાણા (બાફેલા અને મેશ કરેલા)

3 ચમચી મકાઇનો લોટ

1 ચમચી જલજીરા

3 ચમચી મગની દાળ (બે કલાક પાણીમાં પલાડેલી)

2 ચમચી ચણાનો લોટ

20 ગ્રામ બિટ (ઝીણુ સમારેલુ)

બનાવવાની રીતઃ સૌ પ્રથમ મગની દાળને મિક્ચરમાં ક્રશ કરી લો. ગેસ પર મધ્યમ આંચ પર એક પેન રાખો. 3-4 ચમચી તેલ એડ કરીને તેમાં જીરૂ તતડાવો. ત્યાર બાદ તેમાં ઘાણા, મરચા અને આદુની પેસ્ટ એડ કરો. ત્યાર બાદ તેમાં બટાકા, બીટ, વટાણા, મગની દાળ અને ચણાનો લોટ એડ કરીને બરોબર મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં કાજુ, કિશમીશ અને અન્ય સામગ્રી એડ કરીને બરોબર મિક્સ કરો. તૈયાર મીક્ષણ ઠંડુ થઇ જાય એટલે તેના મુઠિયા બનાવો. અન્ય એક પેનમાં તેલ એડ કરીને મીડિયમ આંચ પર રાખો. એક વાટકામાં મકાઇનો લોટ અને પાણી મિક્સ કરીને ઘાટ્ટ ખીરૂ બનાવો એક પ્લેટમાં બ્રેડ ક્રમ્બ્સ ફેલાવો. હવે એક એક કરીને મુઠિયા પહેલાં ખીરામાં અને ત્યાર બાદ બ્રેડ ક્રમ્બ્સ પર રગદોડી અને લાઇટ બ્રાઉન કલરના શેકી લો. તૈયાર મુઠિયાને લીલી ચટણી અને સોસ સાથે સર્વ કરો.

http://sambhaavnews.com/

You might also like