નવા બનતા બિલ્ડિંગના ત્રીજા માળેથી પટકાતાં માસૂમ ભાઇ-બહેનનાં મોત

અમદાવાદ: સુરતના અમરોલી વિસ્તારમાં નવા બંધાઇ રહેલા બિલ્ડિંગના ત્રીજા માળેથી પટકાતા શ્રમિક પરિવારના બે બાળકોનાં મોત થતા અરેરાટી ફેલાઇ છે.

મળતી માહિતી મુજબ આ અંગેની વિગત એવી છે કે, સુરતના અમરોલી વિસ્તારમાં અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નજીક એક નવું બિલ્ડિંગ બંધાઇ રહેલ છે.

આ બિલ્ડિંગમાં મજૂરી કામ કરતા શ્રમીક પરિવારના પાંચ અને સાત વર્ષના બે ભાઇ-બહેન ત્રીજા માળે રમતા હતા તે વખતે લિફટની પેસેજમાંથી આ બાળકો નીચે પટકાતા બંનેને માથાના ભાગે ગંભીર ઇજા થતા ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. ઘટના બનતા લોકોનાં ટોળા ભેગાં થયા હતાં. પોલીસે તાત્કાલીક પહોંચી જઇ બંને બાળકોની લાશને પી.એમ. માટે હોસ્પિટલ મોકલી આપી હતી.

મૃતક બાળકોનાં માતા-પિતા હજુ ગઇકાલે જ પોતાના વતનથી રોજીરોટી કમાવા આવ્યા હતા. દરમ્યાનમાં બીજા દિવસે આ ઘટના બનતા શોકનું મોજુું ફરી વળ્યું છે.

You might also like