મસ્તીજાદે ફિલ્મ રિવ્યુ

રાઈટરમાંથી દિગ્દર્શન ક્ષેત્રમાં પ્રવેશેલા મિલાપ ઝવેરીએ અગાઉ ‘જાને કહાં સે અાઈ હૈ’ ફિલ્મ ડિરેક્ટ કરી હતી. સેક્સ કોમેડી ‘મસ્તીજાદે’ તેની દિગ્દર્શક તરીકેની બીજી ફિલ્મ છે. ફિલ્મમાં સની લિયોન, તુષાર કપૂર અને વીરદાસ છે. સની લિયોન પહેલી વાર ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે. તે બે બહેનોનો ડબલ રોલ કરી રહી છે. લીલી લેલે અને લેલા લેલે બંને બહેનો છે, પણ બંનેનાં કેરેક્ટર એકબીજાથી સાવ અલગ છે.

સની કેલે (તુષાર કપૂર) અને અાદિત્ય ચોથિયા (વીરદાસ) બંને મિત્રો છે. બંને અાખો દિવસ છોકરીઓ પટાવવાના કામમાં વ્યસ્ત હોય છે. એ દરમિયાન ક્યારેક એવું પણ બને છે કે બંને ફસાઈ જાય છે. પેટ ભરીને મજા કરવા માટે અા બંને ઘણીવાર ફસાઈ પણ ગયા છે. હવે બંનેની લાઈફમાં લીલી અને લેલા અાવે છે. બંને પ્રેમમાં પડે છે. હવે મૂંઝવણ એ છે કે લીલી સાવ સીધીસાદી છે જ્યારે લેલા એક કદમ અાગળ છે. અા કન્ફ્યૂઝન ઓછું હોય તેમ બંનેની પાછળ ટ્રાન્સજેન્ડર પડે છે અને ગે પણ સની અને અાદિત્યના પ્રેમમાં પડે છે. અઢળક મૂંઝવણ, મુશ્કેલી અને હાસ્યાસ્પદ પરિસ્થિતિઓ સર્જાય છે. •

You might also like