માસ્ટર કાર્ડ રોકશે રૂ. સાત હજાર કરોડ, ભારતને બનાવશે ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર

નવી દિલ્હીઃ કાર્ડ પેમેન્ટ સર્વિસ અને ટેક્નોલોજી સેક્ટરની વૈશ્વિક કંપની માસ્ટર કાર્ડ આગામી પાંચ વર્ષમાં ભારતમાં એક અબજ ડોલર (રૂ. સાત હજાર કરોડ)નું રોકાણ કરશે. આટલું જ રોકાણ ગત પાંચ વર્ષમાં પણ કરવામાં આવી ચૂક્યું છે. માસ્ટર કાર્ડ કંપનીનું કહેવું છે કે ભારતના અર્થતંત્રમાં ભરોસો ‍વધ્યો છે. તેથી આગામી દાયકામાં રોકાણ વધારવામાં આવશે.

ગ્લોબલ કાર્ડ પેમેન્ટ કંપની માસ્ટર કાર્ડના કો-પ્રેસિડેન્ટ (એશિયા પેસિફિક) એરી સરકારનું કહેવું છે કે કંપની પોતાના પ્લેટફોર્મ માટે ભારતને ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર બનાવવા માગે છે. અમેરિકા બાદ ભારત આવો પ્રથમ દેશ હશે. કંપની સાત હજાર કરોડ રૂપિયાના રોકાણમાંથી ૨૦૭ કરોડ ટેક સેન્ટર તૈયાર કરવા પાછળ ખર્ચશે.

તેમણે જણાવ્યું છે કે આ મૂડીરોકાણથી ઇનોવેશનને પ્રોત્સાહન મળશે અને માસ્ટર કાર્ડને પોતની ક્ષમતા અને વેલ્યૂ એડેડ સર્વિસીઝની સંખ્યા વધારવા માટે મદદ મળી રહેશે. પેમેન્ટ નેટવર્ક તરીકે અમે ગ્લોબલ નેટવર્ક છીએ અને અમારા તમામ સોદા ગ્લોબલ નેટવર્ક દ્વારા જ થાય છે.

You might also like