ક્રિકેટનાં ભગવાન થયા પ્રણવને પ્રસન્ન આપી અનોખી ભેટ

નવી દિલ્હી : પ્રણવ ધનાવડેની 1008 રનની ક્રિકેટ ઇનિંગે ક્રિકેટ જગતમાં એક હલચલ મચાવી દીધી છે. પ્રણવની આ સિદ્ધીનાં કારણે ક્રિકેટનાં ભગવાન કહેનારા સચિન તેડુંલકર પણ પ્રભાવિત છે. સચિને પ્રણવને એક એવી ભેટ આપી છે કે જેને તે જીવનભર યાદ રાખી શકે છે.
સચિન તેંડુલકરે પ્રણવ ધનાવડેને પોતાનાં ઓટોગ્રાફવાળું બેટ ગીફ્ટમાં આપ્યું છે. તેની પહેલા સચિન આ કિશોરની શાનદાર ઇનિંગ અંગે ટ્વિટ કરીને તેને શુભકામનાઓ પાઠવી ચુક્યો છે. સચિન દ્વારા આપવામાં આવેલી ગિફ્ટની માહિતી બીસીસીઆઇ દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી હતી.
સચિને ટ્વીટમાં લખ્યું હતું કે શુભકામનાઓ પ્રણવ ધનાવડે. ખુબ જ સારૂ. મહેનત કર અને નવા નવા કિર્તીમાન સ્થાપો. પ્રણવને મુંબઇ ક્રિકેટ એસોસિએશને પણ સન્માનિત કર્યો છે. પ્રણવને સન્માનિત કરવા માટે દિલીપ વેંગસકર અને અજિત વાડેકરે ક્રિકેટ કીટ તેને ભેટમાં આપી હતી.

You might also like