ફ્રાંસ બારમાં ભીષણ આગને કારણે 13ના મોત, 6 ઘાયલ

ફ્રાંસઃ ફ્રાસના નોરમેડીમાં એક બારમાં ભીષણ આગને કારણે 13 લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી પ્રમાણે ઇજાગ્રસ્ત મોટાભાગના યુવાન  છે. અહીં બર્થડે પાર્ટીનું આયોજન હતું. યુવાનો મસ્તીમાં ઝૂમી રહ્યાં હતા.

પેરીસના રીઓન શહેરના બારમાં મોડી રાત્રે કેટલાક યુવાનો બર્થડે પાર્ટી માટે ભેગા થયા હતા. ત્યારે જ બારમાં આગ લાગી હતી. હાલ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. અત્યાર સુધી આ ઘટનામાં 13 લોકોને મૃત જાહેર કરાયા છે.

આ આગ વિસ્ફોટને કારણે લાગી હતી. મળતી માહિતી પ્રમાણે હજી પણ મૃત્યુ આંક વધવાની આશંકા છે. હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

You might also like