મકર સંક્રાંતિ સ્નાન માટે ગંગા સાગરમાં શ્રદ્ધાળુઓએ લગાવી ડૂબકી

દેશભરમાં મકર સંક્રાંતિની ઉજવણી થઈ રહી છે. ત્યારે દેશની જાણીતી પવિત્ર નદીઓમાં શ્રદ્ધાળુઓ ડૂબકી લગાવી રહ્યા છે.મકરસંક્રાંતિના ર્ના દિવસે શ્રદ્ધાળુઓએ ગંગા નદીમાં લોકોએ આસ્થાની ડુબકી લગાવી હતી. તો વળી, શ્રદ્ધાપૂર્વક ગંગા આરતીમાં પણ ભાગ લીધો હતો.

ખાસ કરીને વાત કરીએ હરિદ્વારની તો હરિદ્વારમાં ગંગા આરતીની વિશેષ આયોજન થયું હતું. જ્યારે શિવનગરી વારાણસીમાં ગંગાસ્નાન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી. તો પશ્વિમ બંગાળના ગંગા અને સાગરનો જ્યાં સંગમ થાય છે. તે ગંગા સાગર ખાતે વહેલી સવારે શ્રદ્ધાળુઓ પહોંચી ગયા હતા અને હરહર ગંગેના નાદ સાથે ગંગામાં ડૂબકી લગાવી હતી.

મકર સંક્રાંતિ પર પવિત્ર નદીઓના જળમાં સ્નાન કરવાનું અનેરુ મહત્વ રહેલુ છે. ત્યારે હરિદ્વારમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગંગાસ્નાન માટે ઉમટી પડ્યા હતા. અને મકર સંક્રાંતિ પર વિશેષ ગંગા આરતીનું પણ આયોજન થયું હતું.મકરસંક્રાંતિના પર્વ પર પશ્વિમ બંગાળના ગંગા સાગર ખાતે પણ મોટીસંખ્યામાં શ્રદ્ધાળુઓએ ગંગામાં ડુબકી લગાવી હતી.

You might also like