ફોન-મેસેજ અાવ્યા તે નંબરોની સાયબર ક્રાઈમ તપાસ કરશે

અમદાવાદ: પાલડી વિસ્તારમાં રહેતા અને પુષ્કર બિલ્ડર્સના નામે વ્યવસાય કરતાં પરેશભાઈ પટેલને ડોન રવિ પૂજારી દ્વારા આંતરરાષ્ટ્રીય નંબરો પરથી ફોન મેસેજ દ્વારા કરોડોની ખંડણી માગવામાં આવી છે. જેને લઈ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જે નંબરો દ્વારા ફોન મેસેજથી ધમકી અપાઈ છે. તે નંબરોની તપાસ સાયબર ક્રાઈમ કરશે.

ખરેખર ડોન રવિ પૂજારી દ્વારા જ વિદેશથી ફોન કરવામાં આવ્યો છે કે મેજિક જેક દ્વારા વિદેશના નંબરોના આધારે અન્ય કોઈએ રવિ પૂજારીના નામે ધમકી માગી છે કે કેમ તેની પણ તપાસ કરાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

૨૩ નવેમ્બર ૨૦૧૫થી બિલ્ડર પરેશભાઈ પટેલને અલગ અલગ આંતરરાષ્ટ્રીય નંબરો પરથી ફોન મેસેજ દ્વારા ડોન રવિ પૂજારીના નામે ખંડણી માગવામાં આવી હતી.

આ મામલે પાલડી પોલીસ સ્ટેશનના પીઆઈએ તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ જે નંબરો પરથી ફોન અને ધમકીભર્યા મેસેજ આવેલા છે તે તમામ નંબરોની સાયબર ક્રાઈમે તપાસ શરૂ કરી છે.

વિદેશના નંબરો હોવાથી ખરેખર આ વિદેશથી જ ફોન મેસેજ કર્યા છે તે પછી મેજિક જેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં અહીં બેઠા બેઠા જ વિદેશના નંબરો મોબાઈલમાં દર્શાવી શકાય છે.

મુંબઈમાં ફિલ્મ સ્ટારો અને સેલિબ્રિટી પાસેથી ફોન પર ધમકી આપી ખંડણી માગનાર ડોન રવિ પૂજારીનો ડોળો અમદાવાદના બિલ્ડર લોબી પર પડતા હવે ગુજરાત એટીએસે પણ ખાનગી રાહે આ બાબતે તપાસ શરૂ કરી છે.

શું છે મેજીક જેક?
મેજીક જેક અેક પ્રકારનું સોફ્ટવેર છે જે દેશમાં પ્રતિબંધીત છે પરંતુ વિદેશમાં તે સહેલાઈથી મળી રહે છે તેની ખાસિયાત અેક નહીં પરંતુ અનેક છે જેમાં અા સોફ્ટવેર અપલોડ કરો તો તમે કોઈ પણ દેશમાં ફોન કરવો હોય તો તે થઈ શકે છે પરંતુ અા કોલ કર્યા પછી તમે જે દેશમાં ફોન કર્યો હોય તો તે દેશની સિરીઝનો નંબર જ સામે વાળાને દેખાય છે. જેના કારણે જે તે દેશમાં રહેતો નાગરિક અા મેજીક જેકના જાદુગરીને સમજી શકતો નથી.

You might also like