પોતાનાં 400 વફાદારો સાથે સુભાષ વેલિંગરે RSS સાથે છેડો ફાડ્યો

નવી દિલ્હી : સુભાષ વેંલિંગકરને આરએસએસનાં રાજ્ય એકમનાં પ્રમુખ પદથી હટાવવા અંગે સંઘનાં 400થી વધારે સ્વયં સેવકોએ એક સાથે રાજીનામું આપી દીધું. સૌથી રસપ્રદ બાબત છે કે આ સાથે જ આ તમામે એક અલગ એકમ બનાવવાની પણ જાહેરાત કરી દીધી. નવા એકમનું સંચાલન સુભાષ જ કરશે. સંઘમાંથી રાજીનામું આપીને નવા એકમ બનાવનારા કાર્યકર્તાઓએ જણાવ્યું કે નવા સંગઠનનું નાગપુર સાથે કોઇ લેવા દેવા નહી હોય.

આગામી ચૂંટણી સુધી તો આ સંગઠન નાગપુર સાથે કોઇ સંબંધ નહી રાખે. અત્રે ઉલ્લેખનીય છે કે આરએસએસથી જે 400 લોકોએ રાજીનામું આપ્યું છેતેમાંજિલ્લા, ઉપ જિલ્લા અને શાખા પ્રમુખ છે.સંઘે બુધવારે વેલિંગકરને ભાજપની વિરુદ્ધ કામ કરવાનાં આરોપમાં પદ પરથી હટાવી દીધા હતા. ત્યાર બાદ 400 કરતા વધારે કાર્યકર્તાઓએ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. પણજીનાં શાળા સંકુલમાં છ કલાક સુધી ચાલેલી મેરેથોન બેઠક બાદ આટલા મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓએ રાજીનામું આપવાનો નિર્ણય કર્યો. આ બેઠકમાં સંઘનાં 100થી વધારે સભ્યો અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

બેઠકમાં સંઘ અને ભાજપનાં મોટા નેતાઓની સાથે સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકર પણ આરોલ લગાવાયો કે તેમણે વેલિંગકરને હટાવવાનું કાવત્રું રચ્યું. આ બેઠક બાદ સંઘનાં કોંકણ ક્ષેત્રનાં સાઉધ ડિસ્ટ્રિક્ટ પ્રમુખ રામદાર સરાફે કહ્યું કે બેઠકમાં સંઘનાં જિલ્લા એકમો, ઉપ જિલ્લા એકમો અનેશાખાનાં પદાધિકારીઓએ સંધ સાથે છેડો ફાડવાનો નિર્ણય લીધો છે. જ્યાં સુધી વેલિંગકર સાહેબને પરત લેવામાં નહી આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે.

You might also like