સંતાનોને લમણે રિવોલ્વર મૂકી માતા પર સામૂહિક બળાત્કાર

અમદાવાદ: કચ્છના રાપર નજીક અાવેલા અાડેસર ગામની એક પરિણીતા પર સામૂહિક બળાત્કાર ગુજારવાની ઘટનાએ સમગ્ર કચ્છમાં સનસનાટી મચાવી દીધી છે. નરાધમો બે સંતાનો સાથે પરિણીતાનું અપહરણ કરી અવાવરું જગ્યાએ લઈ જઈ સંતાનોના લમણે રિવોલ્વર મૂકી પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે નાસી છૂટેલા નરાધમોની સઘન શોધખોળ શરૂ કરી છે. કચ્છના રાપર નજીક અાવેલા અાડેસર ગામે પોતાના પરિવાર સાથે રહેતી ૩૫ વર્ષીય એક પરિણીતા રાતના સમયે પોતાના ઘરે હતી ત્યારે અા જ ગામના ચાર શખસો નજર મામદ ઐયુબ, હારૂન ઐયુબ, અનવર ઐયુબ, અકબર ઐયુબ, મુબારક હારૂન, અામદ નૂર મોહમ્મદ, હાજી નૂર મોહમ્મદ અને સબ્બીર નૂર મોહમ્મદ ફોર્ચ્યુન કારમાં અા પરિણીતાના ઘરમાં ઘૂસી ગયા હતા અને ઘરમાં તોડફોડ કરી પરિણીતાનું તેના બે માસૂમ બાળકો સાથે અપહરણ કર્યું હતું.
અપહરણ કર્યા બાદ નરાધમો અાડેસર માખેલ રોડ પર પેટ્રોલ પંપ નજીક અાવેલી એક વાડીમાં લઈ ગયા હતા અને ત્યાં ચાર શખસોએ બાળકોના લમણે રિવોલ્વર મૂકી બાળકોને મારી નાખવાની ધમકી અાપી પરિણીતા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.
ઘટના બાદ નરાધમો પરિણીતા અને તેના બાળકોને અવાવરું જગ્યાએ નિરાધાર હાલતમાં મૂકી ફોર્ચ્યુન કારમાં નાસી છૂટ્યા હતા. બળાત્કારનો ભોગ બનેલ પરિણીતાએ અા અંગે રાપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર મચી ગઈ હતી. પોલીસે નાસી છૂટેલા શખસોની સઘન શોધખોળ શરૂ કરી છે.

You might also like