મસૂદ અઝહર નથી પઠાણકોટ હૂમલાનો માસ્ટર માઇન્ડ : પાકિસ્તાન

ઇસ્લામાબાદ : પાકિસ્તાને કહ્યું કે ભારતમાં પંજાબનાં પઠાણકોટ સૈન્ય હવાઇમથક પર ગત્ત મહિને આતંકવાદી હૂમલામાં બિનકાયદેસર જાહેર કરાયેલ જૈશ એ મોહમ્મદનાં પ્રમુખ મૌલાના મસૂદ અઝહરનો હાથ હોવાનાં કોઇ પુરાવા નથી. પાકિસ્તાની સમાચાર પત્ર એક્સપ્રેસ ટ્રિબ્યૂનનાં અનુસાર તપાસ દળે કહ્યું છેકે અઝહરે હૂમલાની યોજના બનાવી અથવા તેનો આદેશ આપ્યો તેનાં પણ કોઇ પુરાવાઓ નથી. પઠાણકોટ એરબેઝ પર હૂમલાની તપાસ માટે છ સભ્યોનું તપાસદળની રચનાં પાકિસ્તાનનાં વડાપ્રધાન નવાઝ શરીફે કર્યું હતું. ભારતનો દાવો હતો કે આ હૂમલો જૈશ એ મોહમ્મદે કર્યો અને આતંકવાદી દક્ષિણી પંજાબનાં જિલ્લા બહાવલપુરનાં ઘૂસ્યા હતા. ભારતનો આ દાવો મોબાઇલ ફોન દ્વારા થયેલી વાતચીતનાં આધારે કર્યો હતો. હૂમલાખોરો અને પાકિસ્તાન ખાતેનાં પોતાનાં ઉપરીઓ સાથે થયેલી વાતચીતનો રિપોર્ટ ભારતીય ગુપ્તચર એઝન્સીઓએ પાકિસ્તાનને આપ્યો હતો. ત્યાર બાદ જ પંજાબમાં જૈશ એ મોહમ્મદની વિરુદ્ધ અભિયાન ચાલુ કરવામાં આવ્યું અને તેનાં કાર્યાલયને સીલ કરી દેવામાં આવ્યું હતું. તેનાં સભ્યોની ધરપકડ પણ કરવામાં આવી હતી. ભારતની તરફથી આપવામાં આવેલી માહિતીનાં આધારે પાકિસ્તાનનાં તપાસ દળની તરફ જો ભારત કોઇ નવો પુરાવો આપે તો પાકિસ્તાન તપાસ દળનાં ભારત પણ જવાની સંભાવનાં છે.
એક્સપ્રેસ ટ્રિબ્યૂને તપાસ દળનાં નજીકનાં અધિકારીઓનાં હવાલાથી સમાચાર આપ્યા છે. પાકિસ્તાનનાં અધિકારીઓએ ભારતનાં અધિકારીઓને માહિતી આપી છે કે મૌલાનાં મસૂદ અઝહરનાં હૂમલામાં સંડોવણી હોવાની વાત સાબિત કરવા માટેનાં પુરાવાઓ નથી. પાકિસ્તાની અધિકારીઓએ જણાવ્યું કે ભારત ઇચ્છે છે કે પઠાણકોટ હૂમલામાં મૌલાના મસૂદ અઝહર અને તેનાં અન્ય સાથીઓનો સમાવેશ કરવામાં આવે. ભારતનાં આ મંતવ્ય સાથે અમેરિકા અને બ્રિટન સાથે પણ સંમત છે. ભારતે આ બંન્ને દેશો પાસેથી આશ્વાસન પણ પ્રાપ્ત કર્યું છે. જો કે પાકિસ્તાનનો દાવો છે કે મૌલાનાં વિરુદ્ધ પુરાવાઓ નહી હોવાનાં કારણે તેઓ તેવું કરી શકે તેમ નથી.

You might also like