મસુદ અઝહરે સ્વિકાર્યું કે તેણે જ કરાવ્યો હતો નાગરોટા હૂમલો

ઇસ્લામાબાદ : જમ્મુ કાશ્મીરનાં નગરોટામાં ગત્ત મહિને આર્મી કેમ્પ પર થયતેલા હૂમલાને જૈશ એ મોહમ્મદનાં વડા મસુદ અઝહરે જ અંજામ આપ્યો હતો. મસુદે પોતે આ વાતનો સ્વિકાર કર્યો છે. 29 નવેમ્બરે થયેલ આ હૂમલામાં સેનાનાં સાત જવાનો શહીદ થયા હતા. સાથે જ ત્રણ આતંકવાદીઓને પણ ઠાર કરવામાં આવ્યા હતા.

એક અંગ્રેજી સમાચાર ચેનલનાં અહેવાલ અનુસાર મસુદે જૈશ એ મોહમ્મદના મેગેઝીન અલ કલામમાં લખ્યું કે, આ અઠવાડી પબ્લિકેશનમાં થોડુ મોડુ થયુ કારણ કે નાગરોટામાં હૂમલો થયો હતો. મે નગરોટા મેનેજ કર્યું. નગરોટામાં સેનાનો કેમ્પ નિશાન પર હતો. એક કેમ્પ જેને ભારતીય સેનાના ઉત્તરી કમાન્ડના હાર્ટ તરીકે જાણવામાં આવે છે. તેના પર હૂમલો કરવો સરળ નથી હોતો.

આ કેમ્પની ચારે તરફ સુરક્ષાનાં 3 ઘેરા હતા. તેમા ઘુસીને હૂમલો કરવો સરળ નહોતો. મસુદે આ આર્ટિકલ 6 ડિસેમ્બરે લખ્યો હતો. માનવામાં આવી રહ્યા છે કે, મસુદની આ સ્વીકારોક્તિથી પાકિસ્તાનની મુસીબતો વધી શકે છે. એવું એટલા માટે કારણ કે પાકિસ્તાન સરકાર આ હૂમલાની પાછળ હાથ હોવાથી સતત ઇન્કાર કરી રહી છે. મસુદ હાલ પાકિસ્તાનમાં જ છુપાયેલો છે અને તે સતત પોતાના નાપાક મનસુબાઓને પાર પાડતો રહ્યો છે.

You might also like