બાંગ્લાદેશનાં બોલર્સને સસ્પેન્ડ કરાતા કેપ્ટન રડી પડ્યો

બેંગ્લોર : બાંગ્લાદેશની ક્રિકેટ ટીમનાં કેપ્ટન મશરફે મુર્તજા રવિવારે પત્રકારો સાથે વાત કરતા સમયે તસ્કિન અહેમદ અને અરાફત સનીને શંકાસ્પદ બોલિંગ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. જો કે આઇસીસીનાં આ પગલા બાદ કેપ્ટન મશરફે મુર્તજા રોઇ પડ્યો હતો. એક વેબસાઇટનાં અહેવાલ અનુસાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)એ શનિવારે બંન્ને બોલરોને ભારતમાં ચાલી રહેલી ટી-20 વર્લ્ડ કપ દરમિયાન શંકાસ્પદ બોલિંગનાં આરોપમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બરખાસ્ત કરી દીધો હતો.

તસ્કિન અરાફતની શંકાસ્પદ બોલિંગનો અહેવાલ બાદ બાંગ્લાદેશ મેનેજમેન્ટ અને ખેલાડીઓ આ મુદ્દે આશ્વસ્ત છે કે તેઓ આઇસીસીનાં નિયમને લાગુ કરશે પરંતુ તેનાં કારણે ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. બાંગ્લાદેશની ટીમનાં આ નિર્ણયની વિરુદ્ધ યોગ્ય પગલા ઉઠાવવાનાં હેતુથી ચર્ચા માટે શનિવારે એક બેઠક યોજવામાં આવી હતી. જો કે ટીમ મેનેજમેન્ટની સલાહ હેઠળ તમામે આઇસીસીનાં નિર્ણયનું સમર્થન કર્યું હતું.

મુર્તજાએ કહ્યું કે કોઇ પ્રક્રિયા છે જેનું પાલન અમે કરીશું. જે પણ અમે કહેવા માંગીએ છીએ તે બીસીસીને કહેશે. બોર્ડને નિર્ણય લેશે અને આઇસીસી સાથે વાતચીત કરશે. કેપ્ટને કહ્યું કે નેધરલેન્ડની વિરુદ્ધ મેચ દરમિયાન તસ્કિનની બોલિંગ ક્યાંયથી પણ બિનકાયદેસર સાબિત નથી થથી. તેમણે મેચ દરમિયાન એક પણ બાઉન્સર નહોતો માર્યો. જો કે પોતાનાં આ વક્તવ્ય દરમિયાન મુર્તજાનાં અવાજ કંપવા લાગ્યો હતો. તે પત્રકારો સાથે ચર્ચા કર્યા બાદ રૂમની બહાર નિકળતા સમયે આંસુ લુછી રહ્યો હોય તેવુ સ્પષ્ટ જોઇ શકાતું હતું.

You might also like