મસાલેદાર ગ્રેવી વાળા ભીંડાનું શાક

સામગ્રી:
250 ગ્રામ ભીંડા લાંબા સમારેલા
2 મોટી ચમચી બેસન
1 નાની ચમચી લીંબૂનો રસ
1 ડુંગળી
1 કપ ટામેટા છીણેલા
1 નાની ચમચી આદુ લસણની પેસ્ટ
2 લીલા મરચાં
1 નાની ચમચી હળદર
1 નાની ચમચી લાલ મરચાનો પાવડર
1 નાની ચમચી ધાણા પાવડર
ચપટી હીંગ
અડધી નાની ચમચી અજવાઇન
તેલ જરૂરીયાત અનુસાર
પાણી જરૂરીયાત અનુસાર

બનાવવાની રીત: મધ્યમ તાપ પર એક પેનમાં બેસન નાંખીને શેકી લો અને એક પ્લેટમાં નિકાળીને મૂકી દો. હવે આ પેનમાં મધ્યમ તાપમાં તેલ ગરમ કરવા માટે રાખો. તેલ ગરમ થતાં જ પેનમાં ભીંડા નાંખો અને ઉપરથી લીંબૂનો રસ મિક્સ કરો. પેનને અલગ મૂકી દો. હવે એક બીજા પેનમાં ફરીથી તેલ ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થતાં જ ડુંગળી, આદુ લસણની પેસ્ટ અને લીલું મરચું નાંખીને શેકો. હવે હળદર, લાલ મરચાનો પાવડર, ધાણાનો પાવડર, અજવાઇન, હીંગ અને મીઠું મિક્સ કરો. મસાલો શેકાઇ ગયા બાદ છીણેલું ટામેટું નાંખીને 2 થી 3 મિનીટ ઢાંકીને ચડવા દો. ત્યારબાદ શેકેલું બેસન નાંખીને સારી રીતે મિક્સ કરો અને પછી પાણી નાંખો. પાણી નાંખીને ગ્રેવીને ફરીથી ઢાંકીને 2 થી 3 મિનીટ થવા દો. 2 થી 3 મિનીટ બાદ ભીંડી નાંખો અને મસાલા સાથે બરોબર મિક્સ કરી દો.

http://sambhaavnews.com/

You might also like