ઇરાની-સ્વિડિશ મૂળની આ સુંદરી કરી રહી છે બોલિવૂડમાં કમબેક

મરિયમ ઝકારિયા આજકાલ ફિલ્મ ‘ફિરંગી’માં કપિલ શર્મા સાથે ઠૂમકા લગાવતી જોવા મળે છે. ફિલ્મમાં એક આઇટમ સોંગ ‘દિલ મેરા મુફ્ત કા…’માં તેણે ડાન્સના જલવા વિખેર્યા છે. ઇરાની-સ્વિડિશ મૂળની આ સુંદરી ૨૦૧૨માં કરીના કપૂર ખાન સાથે ફિલ્મ ‘એજન્ટ વિનોદ’ના એક સોંગમાં ડાન્સ કરી ચૂકી છે. ફિલ્મ ‘ફિરંગી’માં પોતાના ડાન્સને લઇ મરિયમ કહે છે કે આ ફિલ્મનો ભાગ બની હું ખુશ છું. મેં મારા પસંદગીના સ્ટાર કપિલ શર્મા સાથે સ્પેશિયલ ડાન્સ કર્યો છે.

મેં શેપમાં પાછા ફરવા માટે ખૂબ જ મહેનત કરી અને મને આટલા શાનદાર ગીત સાથે બોલિવૂડમાં કમબેક કરવાની ખુશી છે. મરિયમને આઇટમ સોંગમાં ડાન્સ કરવાનું ખૂબ જ પસંદ છે. તેનું કહેવું છે કે હું મારા કમબેકને લઇ અતિઉત્સાહી છું.
મરિયમ કહે છે કે હું પરત ફરી રહી છું અને આ મારું ગીત છે. હું ફરી વખત એક્ટિંગમાં અને કેમેરા સામે આવવા માટે બેકરાર છું. એડલ્ટ ફિલ્મ ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’નો પણ ભાગ રહી ચૂકેલી મરિયમે અનેક આઇટમ સોંગ કર્યાં છે.

આ ઉપરાંત તે દક્ષિણની ફિલ્મોમાં પણ કામ કરી રહી છે. કોરિયોગ્રાફર અરવિંદ ઠાકુર સાથે ગૂપચૂપ લગ્ન અને ત્યારબાદ માતા બનવાના કારણે મરિયમે કામમાંથી લાંબો બ્રેક લીધો હતો. તેની ફિટનેસ અને આકર્ષક ફિગર જોઇને કોઇ પણ વ્યક્તિ ન કહી શકે કે તે બે બાળકોની માતા છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય રહે છે. તેણે પોતાની સુંદર તસવીરો પોતાના પ્રશંસકો માટે પોસ્ટ કરી હતી. મૂળ તે સ્વિડનની રહેવાસી છે. ત્યાં તે અભિનેત્રી ઉપરાંત મોડલ, ડાન્સ ટીચર અને કોરિયોગ્રાફર તરીકે કામ કરે છે. તે સ્વિડનમાં બોલિવૂડ ડાન્સ સ્કૂલ પણ ચલાવે છે. બોલિવૂડમાં ભાગ્ય અજમાવવા માટે મરિયમ વર્ષ ૨૦૦૯માં સ્વિડનથી મુંબઇ આવી ગઇ હતી. •

You might also like