હવે મારુતિની આ કાર્સમાં મળશે પ્રેશર મોનીટરીંગ સિસ્ટમ…..

દેશની સૌથી મોટી કાર મેકર મારુતિ સુઝુકી પોતાની ઘણી કાર્સ પર એકસાથે એડિશનલ સેફ્ટી ફીચર ઓફર કરી રહી છે. મારુતિ હવે આ મોડલ્સ પર ઓપ્શનલ એક્સેસરી તરીકે ટીપીએમએસ એટલેકે ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ ઓફર કરી રહી છે. મારુતિ ડીલર્સ આ દરેક મોડલ્સ પર એક્સેસરીને ફિટ કરશે. મારુતિ સુઝુકીની નવી સ્વીફ્ટ, ડિઝાયર અને બ્રેઝા જેવી વધરે વેચાનાર ગાડીઓ પર હવે તેમને આ નવુ સેફ્ટી ફીચર મળશે. પોતાના સેગમેન્ટની આ ત્રણેય બેસ્ટ કાર્સને આઈક્રિએટ કસ્ટમાઈજેશન ઓપ્શનના અંતર્ગત પસંદગી પ્રમાણે કસ્ટમાઈઝ પણ કરાઈ શકાય છે.

શુ હોય છે ટાયર પ્રેશર મોનીટરીંગ સિસ્ટમ?

ટાયર પ્રેશર મોનીટરીંગ સિસ્ટમ ગાડીના ચારેય પૈડાનું પ્રેશર ચેક કરે છે. પ્રેશર સામાન્ય થી ઓછુ થવા પર તે ડ્રાઈવરને અલર્ટ કરે છે. ઓછા ટાયર પ્રેશરના કારણે ટાયર ફાટવાની આશંકા વધી જતી હોય છે. ઝડપી સ્પીડમા ટાયર ફાટવાથી અકસ્માત પણ થઈ શકે છે. એવામાં આ સેફ્ટી ફીચર ખુબ કામનું સાબિત થાય છે.

હવે મારુતિ સુઝુકી આ પ્રેશર મોનીટરીંગ સિસ્ટમને ઓફિશ્યિલ એક્સેસરી તરીકે કસ્ટમર્સને ઓફર કરશે. આ સિસ્ટમ માટે વધારાના 12,990 રૂપિયા ચુકવવાના રહેશે.ટાયર પ્રેશર મોનીટરીંગ સિસ્ટમ માં પાંચ સેંસર્સ હોય છે જે સ્પેયર વ્હીલ સમેત દરેક પૈડામાં હોય છે. દરેક સેંસર એયર પ્રેશરને માપે છે અને ડ્રાઈવર સુધી ડૈશબોર્ડ પર લાગેલા ડિસ્પ્લે મારફતે સુચના પહોંચાડે છે. ડ્રાઈવર ડ્રાઈવિંગ કન્ડિશન પ્રમાણે ટાયર પ્રેશરને એડજસ્ટ પણ કરી શકે છે. ટાયર પ્રેશર પ્રમાણ કરતા વધી જવા પર ગાડીની સ્પીડ કાં તો તેને રોકી લેવી જોઈએ. જેનાથી ટાયર્સને ઠંડા થવાનો સમય મળી શકે છે.

You might also like